Lok Sabha Election 2024 Date: લોકસભાની ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, જાણો આચાર સંહિતા લાગૂ થયા બાદ શું બદલાશે
Lok Sabha Election: ચૂંટણી પંચ આજે 18મી લોકસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરશે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ દેશભરમાં આચારસંહિતા લાગૂ થઇ જશે.
![Lok Sabha Election 2024 Date: લોકસભાની ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, જાણો આચાર સંહિતા લાગૂ થયા બાદ શું બદલાશે Lok Sabha election dates will be announced today, as soon as the election date is announced, the code of conduct will be implemented across the country Lok Sabha Election 2024 Date: લોકસભાની ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, જાણો આચાર સંહિતા લાગૂ થયા બાદ શું બદલાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/2909746f5c25230d6983e09864b3c942171055147102281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election 2024 Date: ચૂંટણી પંચ શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, ગત વખતની જેમ આ વખતે પણ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે 10 માર્ચ 2019ના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 11 એપ્રિલથી 19 મે સુધી દેશભરમાં 7 તબક્કામાં મતદાન થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આચારસંહિતા લાગુ થયા બાદ સરકારની સામાન્ય કામગીરીમાં નોંધપાત્ર ફેરફારો થશે.
1- કેટલા તબક્કામાં ચૂંટણી યોજી શકાશે?
માનવામાં આવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. 2019માં ચૂંટણી પંચે 7 તબક્કામાં ચૂંટણી યોજી હતી. જ્યારે 2014માં 7 એપ્રિલ 2014થી 12 મે 2014 વચ્ચે 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પરિણામ 16 મેના રોજ આવ્યું હતું.
2- આદર્શ આચાર સંહિતા શું છે?
ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાના બંધારણીય અધિકાર હેઠળ આદર્શ આચાર સંહિતા લાગુ કરે છે. આ અંતર્ગત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આચારસંહિતાનો હેતુ બધા માટે સમાન તકો ઊભી કરવાનો છે.
3- આચારસંહિતા લાગુ થયા બાદ શું બદલાશે?
આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી યોજનાઓની જાહેરાત કે શિલાન્યાસ પર પ્રતિબંધ રહેશે.
- લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોઇ પણ સરકારી પ્રોજેકટના શિલાન્યાસ કે કોઈ પણ પ્રકારની યોજનાઓ શરૂ કરી શકાશે નહીં.
- આચારસંહિતા દરમિયાન, ચૂંટણી પ્રક્રિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ પર પ્રતિબંધ રહેશે. અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ ચૂંટણી પંચની પરવાનગીથી જ થઈ શકે છે. સરકારી ખર્ચે પક્ષની સિદ્ધિઓની જાહેરાતો આપી શકાશે નહીં.
4- 2019 માં તારીખો ક્યારે જાહેર કરવામાં આવી હતી?
ચૂંટણી પંચે છેલ્લે 10 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે ગત વર્ષની સરખામણીમાં 16મી માર્ચે એટલે કે 6 દિવસ મોડી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી રહી છે.
5- ગયા વખતે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી?
2019 માં, 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં દેશભરમાં મતદાન થયું હતું. જ્યારે 2014માં 7 એપ્રિલ 2014થી 12 મે 2014 વચ્ચે 9 તબક્કામાં મતદાન થયું હતું.
6- કયા રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
પ્રથમ તબક્કો- 11 એપ્રિલે પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થયું હતું. 11 એપ્રિલ 2019ના રોજ આંધ્ર પ્રદેશ (તમામ 25 બેઠકો), અરુણાચલ પ્રદેશ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), જમ્મુ અને કાશ્મીર (2), મહારાષ્ટ્ર (7), મણિપુર (1) મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1), ઓડિશા (4), સિક્કિમ (1), તેલંગાણા (17), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (2) ) આંદામાન અને નિકોબારમાં (1), લક્ષદ્વીપ (1)માં મતદાન થયું હતું.
બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), જમ્મુ અને કાશ્મીર (2), કર્ણાટક (14), મહારાષ્ટ્ર (10), મણિપુર (1), ઓડિશા (5), તમિલનાડુ (39) , ત્રિપુરામાં (1), ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), પુડુચેરી (1)માં મતદાન થયું હતું.
ત્રીજો તબક્કો- 23 એપ્રિલે 14 રાજ્યોની 115 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગુજરાત (26), ગોવા (2), જમ્મુ અને કાશ્મીર (1)*, કર્ણાટક (14), કેરળ (20), મહારાષ્ટ્ર (14) ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (10), પશ્ચિમ બંગાળ (5), દાદરા અને નગર હવેલી (1), દમણ અને દીવ (1)માં મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (1)*, ઝારખંડ (3), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (17), ઓડિશા (6), રાજસ્થાન (13), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળમાં (8) મત પડ્યા હતા.
પાંચમો તબક્કો- 6 મેના રોજ 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે, બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (2)*, ઝારખંડ (4), મધ્ય પ્રદેશ (7), રાજસ્થાન (12), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (7)માં મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કા- 12 મેના રોજ 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (8), દિલ્હી (7)ની બેઠકો પર મતદાન થયું હતું.
સાતમો તબક્કો- 19 મેના રોજ 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (8), ઝારખંડ (3), મધ્યપ્રદેશ (8), પંજાબ (13), પશ્ચિમ બંગાળ (9), ચંદીગઢ (1), ઉત્તર પ્રદેશ (13), હિમાચલ પ્રદેશ (4)માં મતદાન થયું હતું. ).
7- 2019માં કેટલા મતદારો હતા?
2019ની લોકસભા ચૂંટણીમાં 90 કરોડ મતદારો હતા. જો કે આ પૈકી 67.11 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 46.8 કરોડ પુરુષ અને 43.2 કરોડ મહિલા મતદારો હતા. 2014ની સરખામણીમાં 2019માં 8.4 કરોડ મતદારોનો વધારો થયો હતો. તેમાંથી 1.5 કરોડ મતદારો 18 થી 19 વર્ષની વય જૂથના હતા. 2014માં 81 કરોડ મતદારો હતા.
8- 2019 માં શું પરિણામો આવ્યા?
2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ 351 બેઠકો જીતી હતી, જ્યારે UPAને 90 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. જ્યારે ટીએમસીને 22 બેઠકો મળી હતી. છેલ્લી ચૂંટણીમાં શિવસેનાને NDAમાં સામેલ કરવામાં આવી હતી, જ્યારે પાર્ટીએ 18 બેઠકો જીતી હતી. નીતિશની JDUને 16 બેઠકો મળી હતી. તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને 23 બેઠકો મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)