(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ, જાણો શું છે સ્થિતિ
મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દર્દનાક ઘટના સામે આવી છે,આગના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.
Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના શનિવારે સવારે બની હતી. આગના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના શનિવારે સવારે બની હતી. આગના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. આઈસીયુમાં દાખલ અન્ય દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે.
મળતી માહિતી મુજબ, જે વોર્ડમાં આગ લાગી તે કોવિડ વોર્ડ હતો. હાલ ફાયર વિભાગની તપાસ ચાલી રહી છે. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ ઘટના સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. સાડા અગિયાર વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
અહમદનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર ભોસલેએ પત્રકારોને જણાવ્યું કે દર્દીઓને અન્ય હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલ બિલ્ડિંગનું 'ફાયર ઓડિટ' કરવામાં આવ્યું છે.
ભોસલેએ જણાવ્યું હતું કે આગનું કારણ હજું સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે.
આ પણ વાંચો
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,853 નવા કેસ, 526 લોકોના મોત
ઇરાકના પ્રધાનમંત્રીના આવાસ પર હુમલો, સાત સુરક્ષાકર્મી ઘાયલ, હેમખેમ રહ્યાં અલ કદીમી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિતિંત, ક્યાં ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો વિગતે