શોધખોળ કરો

હાથે દુપટ્ટો બાંધીને મણિનગરનાં પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવ્યું, પરણીત હતા યુવાન

ગાંધીનગર : ગાંધીનગર તાલુકાનાં સુઘડ પાસે કેનાલમાં 10 દિવસમાં આપઘાતનાં 6 બનાવો સામે આવ્યા છે. અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાન તથા કોલેજિયન યુવતીએ સોમવારે બપોરે સ્વીફ્ટ કારમાં બેસી સુઘડ પાસે કેનાલે પહોચી જઇને હાથે દુપટ્ટો બાધીને કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. પોલીસે કેનાલનાં કાંઠે બિનવારસી હાલતમાં કાર જોતા શંકાનાં આધારે શોધખોળ શરૂ કરાવી હતી. મંગળવારે સાંજના સમયે યુવાન તથા યુવતીનો હાથે દુપટ્ટો બાંધેલા મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે આ બનાવમાં હાલ અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આઉટ પોસ્ટનાં જમાદાર અમરતભાઇ બી રાઠોડ પોતાનાં સ્ટાફ સાથે સોમવારે પેટ્રોલીંગમાં હતા ત્યારે સુઘડ પાસે કેનાલનાં કાંઠેથી સ્વીફ્ટ કાર બિનવારસી હાલતમાં જોવા મળી હતી. કેનાલનાં કાઠેથી કાર મળતા કેનાલમાં કોઇ કુદ્યુ હોવાની શંકા જતા બહીયલનાં તરવૈયાઓને બોલાવીને કારની તલાશી લીધી હતી. જેમાં કારમાંથી પરેશ નાગજીભાઇ દેસાઇના નામનું ચુંટણીકાર્ડ તથા જીનલ વિજયગીરી ગોસ્વામી નામની યુવતીની એફવાયબીકોમની પરીક્ષાની રીસીપ્ટ તથા અન્ય ઓળખનાં પુરાવા મળ્યા હતા. જેનાં આધારે પોલીસે બંનેનાં પરીવારજનોને જાણ કરીને શોધખોળ કરાવી હતી. acb1976b-04b6-44df-9320-b જયારે મંગળવારે સાંજે 5 વાગ્યાનાં અરસામાં પરેશ નાગજીભાઇ દેસાઇ તથા જીનલ ગોસ્વામીનાં હાથે દુપટ્ટો બાંધેલા મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે બંનેનાં પરીવાજનોનાં નિવેદનો લઇને હાલ અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યુ હતુ કે બંનેનાં પરીવાજનોની પુછપરછ કરતા જાણવા મળ્યુ છે કે પરેશ દેસાઇ નામનાં યુવાનની ઉંમર 25 વર્ષની છે અને મણીનગર વિસ્તારમાં આવેલા રૂષીકેશ એપાર્ટમેન્ટનો રહેવાસી છે. પરેશ પરીણીત છે તથા ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જયારે જીનલ કોમર્સમાં અભ્યાસ કરે છે. સોમવારે બપોરે પેપર પૂર્ણ થયા બાદ સીધા જ કાર લઇને  કેનાલે આવી ગયા હોવાનો અંદાજ છે. જો કે આપઘાત કયાં કારણે કર્યો તે જાણી શકાયુ નથી. પરંતુ નરેશ પરીણીત હોવાથી કદાચ લગ્ન કરવાનું શકય ન લાગતા આ પગલુ ભર્યુ હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગળની તપાસમાં સાચી ખબર પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન
₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget