Football Match In Kerela: ફૂટબોલ મેચ દરમિયાન લાગી ભીષણ આગ, 30થી વઘુ લોકો દાઝ્યાં
Football Match In Kerela: કેરળના મલપ્પુરમ જિલ્લામાં એક ફૂટબોલ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ફટાકડાના કારણે 30 દર્શકો દાઝી ગયા હતા.

Football Match In Kerela: કેરળમાં મંગળવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મલપ્પુરમ જિલ્લાના એરીકોડ શહેરમાં ફૂટબોલ મેચ દરમિયાન લાગેલી આગમાં 30થી વધુ દર્શકોના મોત થયા હતા. આ ઘટના મેચની શરૂઆત પહેલા બની હતી.
વાસ્તવમાં મેચ પહેલા આયોજકોએ અહીં જોરદાર આતશબાજીનો કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન ફટાકડા કાબૂ બહાર ગયા અને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોની વચ્ચે ફૂટવા લાગ્યા. આવી સ્થિતિમાં અરાજકતા સર્જાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકો બહુ ખરાબ રીતે દાઝી ગયા છે, જેની સારવાર ચાલી રહી છે.
એરિકોડ પોલીસે શું કહ્યું?
એરિકોડ પોલીસે 'ANI'ને જણાવ્યું કે, 'કેરળના મલપ્પુરમ જિલ્લામાં એરિકોડ પાસે ફૂટબોલ મેચ દરમિયાન આ અકસ્માત થયો હતો. ફટાકડાના કારણે 30 લોકો ઘાયલ થયા છે. ફૂટબોલ મેચ શરૂ થાય તે પહેલા જ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જે મેદાનમાં બેઠેલા દર્શકોની વચ્ચે પડવા લાગ્યા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી
એરિકોડના થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ ટુર્નામેન્ટની આ ફાઇનલ મેચ હતી. આથી જંગી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ 'યુનાઈટેડ એફસી નેલ્લીકુથ' અને 'કેએમજી માવૂર' વચ્ચે રમાવાની હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
