શોધખોળ કરો

Mehsana: પતંગ લૂંટવા જતા કુવામાં પડેલા 14 વર્ષના કિશોરનું મોત, રાજ્યમાં એક દિવસમાં બેના મોત

મહેસાણા: ઊંઝા શહેરમાં રીંગ રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કિશોર કૂવામાં પડી જતા મોતને ભેટ્યો છે. રામનગર રેસિડેન્સી નજીક કિશોર કુવામાં ખાબક્યો હતો.

મહેસાણા: ઊંઝા શહેરમાં રીંગ રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કિશોર કૂવામાં પડી જતા મોતને ભેટ્યો છે. રામનગર રેસિડેન્સી નજીક કિશોર કુવામાં ખાબક્યો હતો. અવાવવરુ કૂવામાં પડતા 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું છે. ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને બહાર કઢાયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતંગ લૂંટવા જતા આ કિશોર કુવામાં પડ્યો હતો. તહેવારના સમયમાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. ઘાસચારા વચ્ચે કૂવો દેખાતોના હોવાથી કિશોર અકસ્માતનો ભોગ બન્યો હતો.

પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જતાં કિશોરનું મોત

Surat: આવતીકાલે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે. આ દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં એક કરૂણ ઘટના સામે આવી છે. સુરતના પલસાણાના વાંકાનેડામાં ધાબા પરથી પડી જતા 15 વર્ષના કિશોરનું મોત થયું હતું.

કેવી રીતે બની ઘટના

મૃતક કિશોરને પતંગ ચગાવવા ધાબા પર જવું હતું. પોતાના ઘરના ધાબા પર તાળું મારેલું હતું. જેથી બાજુના ધાબા પર જઈ ઓટીએસ ક્રોસ કરવા જતાં પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. વ્હાલસોયાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી મહિલાનું ગળું કપાયું

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે મહિલાનું ગળું કપાયું છે. 45 વર્ષીય દીપિકા ગોસ્વામી નામની મહિલાના ગળામાં ચાઈનીઝ દોરી આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. એક્ટિવા ઉપરથી પસાર થઈ રહેલા મહિલાનું ગળું કપાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

જેમ જેમ ઉતરાયણ નજીક આવી રહી છે તેમ તેમ પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાકના મોત પણ થયા છે. સરકારે ચાઈનીઝ દોરીને જાહેરનામું બહાર પાડ્યું છે પરંતુ તેમ છતાં લોકો તેનો ઉપયોગ કરી છે અને બીજાના જીવને જોખમાં મુકે છે. આવી જ ઘટના સામે આવી છે નડિયાદમાં, કે જ્યાં પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાઈ ગયું છે. નડિયાદના સરદારનગરના પ્રવેશ દ્વાર પાસે યુવકનું ગળું કપાઈ ગયું હતું. જે બાદ આ યુવકને ગંભીર હાલતમાં સ્થાનિક નાગરિકો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.. જોકે લોહી વધારે પ્રમાંણમાં વહી જતા વધુ સારવાર માટે મહા ગુજરાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું.

આ મેયરનો નવતર પ્રયોગ, પતંગની દોરીના ગુંચળા આપો અને કિલોએ 200 રુપિયા લઈ જાવ

ઉત્તરરાયણ પુરી થતા જ રોડ-રસ્તા વચ્ચે પતંગની દોરીઓ જોવા મળે છે. જેના કારણે અકસ્માત પણ થાય છે. ચાઈનીઝ દોરી અને કાચના માંઝા પાયેલી દોરીના કારણે ઘણા લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. ઉત્તરાયણ બાદ આવા નાગરિકો અને પક્ષીઓને ઈજા ન પહોંચે તે માટે ગાંધીનગરના મેયર દ્વારા એક નવકર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ગાંધીનગરના મેયરે દોરીના ગુચળાના બદલામાં રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. ઉત્તરાયણ નિમિત્તે થતાં દોરીના ગુચળાના પ્રતિકિલો મેયર 200 રૂપિયા ચૂકવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા પક્ષીઓ માટે જોખમી બનતા હોય છે. જેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોખમી દોરોઓ મેયર કાર્યાલય ખાતે સ્વીકારીને પ્રતિ કિલોના 200 રૂપિયા આપવામાં આવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 13 થી 20 જાન્યુઆરી સુધી સ્વીકારવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
Embed widget