શોધખોળ કરો

Sabarkantha : પતંગ લૂટવાના ચક્કરમાં કૂવામાં ખાબકતાં છોકરાનું થયું મોત, જાણો સંપૂર્ણ વિગત

ઇડરના મૂડેટી ગામે પતંગ લૂંટવા ધ્યાનચુક થતા તરુણ વયનો બાળક અવાવરું કુવામાં ખાબક્યો હતો. આશરે ૧૫ વર્ષની ઉંમરનો તરુણ પતંગ પકડવા જતા અવાવરું કૂવામાં ખાબક્યો હતો.

ઇડરઃ સાબરકાંઠામાં ઇડરના મૂડેટી ગામે પતંગ લૂંટવા ધ્યાનચુક થતા તરુણ વયનો બાળક અવાવરું કુવામાં ખાબક્યો હતો. આશરે ૧૫ વર્ષની ઉંમરનો તરુણ પતંગ પકડવા જતા અવાવરું કૂવામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા ઇડર ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઈડર ફાયરે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા તરુણ વયના બાળકને કુવામાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે ઈડર સિવીલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરાયો.

ભરૂચમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં પુત્રી સાથે એક્ટિવા પર જઈ રહેલી યુવતીનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં કરૂણ મોત નિપજ્યું હતું. ગળું કપાતાં યુવતીનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું પણ આ ઘટનામાં 9 વર્ષની પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉત્તરાયણ નજીક છે ત્યારે પતંગના દોરાએ ભરૂચમાં એક યુવતીનો લીધો હોવાની ઘટના બની છે.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલી અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી યુવતી તેની પુત્રી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રીજ પરથી પસાર થઇ રહી હતી. એ વખતે અચાનક તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ગળું કપાઇ ગયું હતું અને પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. તેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તેમની બાળકી એક્ટિવા સ્લીપ થતાં બાજુમાં પીઠભેર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા અરૂણોદય બંગ્લોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવારે સાંજે પોતાના ઘરેથી એક્ટીવા પર 9 વર્ષની પુત્રી સાથે નિકળી હતી. અંકિતા વેજલપુર ખાતે આવેલી સાસરીમાં કામ અર્થે જવા નિકળ્યાં હતાં.  અંકિતા મિસ્ત્રી ભોલાવ ખાતેના ભૃગુ ઋષિ બ્રીજ પરથી પસાર થતાં હતાં તે સમયે પતંગનો દોરો ગળાના પર આવી તેમનું એક્ટિવા બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ  ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં.

લોકોએ  તેમને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો પણ તેમના ગળામાં પતંગના દોરાને કારણે જીવલેણ ઘા થયો હતો. માતાને લોહીલુહાણ જોઇને પુત્રી પણ રોકકળ કરવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલાં અંકિતાને તાત્કાલિક 108 એમ્બ્યુલ્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં રહતાં. તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ પાસે હેબતાઇ ગયેલી 9 વર્ષની પુત્રીમા આક્રંદે લોકોની આંખો ભીની કરી દીધી હતી.  આ ઘટનાની જાણ કરાતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં. ભરુચ એ ડિવિઝન પોલીસે આકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

ભરુચમાં પતંગના દોરાથી ગળું કપાયાની ત્રીજી ઘટના સામે આવી છે. ભોલાવના મૈત્રી નગર વિસ્તારમાં યુવકનું ગળું કપાયું છે. પતંગની દોરી ગળાના ભાગે આવી જતા યુવકનું ગળું કપાયું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો છે.  ઝાડેશ્વર રોડ પર બાઇક સવાર યુવકના ગળામાં દોરી આવી હતી. દોરી આવી જતા ગળાના ભાગે યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget