Accident: હારીજ-સમી હાઇવે પર બાઇક અને છોટાહાથી વચ્ચે અકસ્માત, બે લોકોના મોત
Accident: પાટણના હારીજ-સમી હાઇવેના મુજપુર પાસે બાઈક અને છોટા હાથી વાન વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બે લોકોના મોત થયા હતા.
Accident: પાટણના હારીજ-સમી હાઇવેના મુજપુર પાસે બાઈક અને છોટા હાથી વાન વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બે લોકોના મોત થયા હતા. બંને મૃતકો શંખેશ્વલ તાલુકાના રહેવાસી છે. અકસ્માતમાં બાઈક ચાલક તેમજ છોટાહાથી વાનમાં સવાર ચાલકનું મોત થયું. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપા, હાથ ધરી છે.
જામનગરના ધ્રોલમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત
જામનગરના ધ્રોલના લતીપુર નજીક કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આજે સવારે બનેલી ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. લતીપુર નજીક આવેલ ગોકળપર ગામના પાટિયા નજીક ઘટના બની હતી.
કન્ટેનર - ઈનોવા વચ્ચે અકસ્માતમાં 4 લોકોના મોત
સોમવારે ચીખલી નજીક અકસ્માત સર્જાયો હતો. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળેજ મોત થયા. બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતાં નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચા ગયો હતો. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.
ચીખલી નજીક અકમાતમાં મૃતકોના નામ
- અમિત દોલતરામ થડાની ઉ.વ ૪૧ રહે,સી-૧૦૬ વાસ્તગ્રામ એપાર્ટમેન્ટ વેસુ,હેપી રેસીડેન્સી પાછળ સુરત
- ગૌરાંગ નંદલાલ અરોરા ઉ.વ.૪૦ રહે,૯૨,સુભાષનગર ઘોડધોળ રોડ,સુરત
- રોહિત સુભકરણ માહુલ ઉ.વ.૪૦ રહે,પ્લોટ નં ૩ સાંઈ આશિષ સોસાયટી સુરત
- મહમદ હમજા મહમદ હનીફ ઈબ્રાહીમ પટેલ ઉ.વ.૧૯ રહે,૧૧૫ - એ-૯ પોસાડ આવાસ ભરથાણા સુરત
ઈજાગ્રસ્તોના નામ - રીષી એન્જીનીયર
- વિકાસ સરા
અમદાવાદમાં પગપાળા જતા યુવકનું હિટ એન્ડ રનમાં મોત
પૂર્વ વિસ્તારમાં કાર સહિત ભારે વાહન ચાલકો પગપાળા જતા લોકોને કચડીને મોતને ઘાટ ઉતારીને નાસી જવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેવામાં પિરાણા રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રનાનો બનાવ બન્યો છે. જેમાં ગઇકાલે મોડી રાતે પગપાળા જઇ રહેલા યુવકને ટાયર નીચે કચડી મોતને ઘાટ ઉતારી કાર ચાલક ભાગી ગયો હતો આ કેસની વિગત એવી છે કે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલ અશ્વિનભાઇ રૈયાભાઇએ અજાણ્યા વાહન ચાલક ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે તેમને મેસેજ મળ્યો હતો કે પિરાણા પાસે અકસ્માતમાં મોત થતાં યુવકની લાશ પડી છે. જેથી તેઓએ સ્થળ ઉપર આવીને તપાસ કરતાં ૩૫ વર્ષના યુવકનું વાહનના ટાયર નીચે કચડતાં મોત થયું હતું. મૃતક યુવકનું માથું વ્હીલ નીચે કચડાઇ ગયું હોવાથી સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અગે ટ્રાફિક પોલીસે અકસમાતે મોતનો ગુનો નોંધી આસપાસ વિસ્તારમાં દુકાનોમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે કાર ચાલકની શોધખોળ તેમજ મૃતક યુવકની ઓળખ પરખ કરીને તેના વાહી વારસોની પણ શોધખોળ કરવાની કાર્યવાહી શરુ કરી હતી.