શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા દૂધના ટેન્કરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, જાણો વિગત
દૂધના ટેન્કરમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. મહેસાણા LCBએ બાતમી આધારે આ દૂધના ટેન્કરને ઝડપી પાડ્યું છે.
મહેસાણા: મહેસાણાના ઊંઝા સર્કલ નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. તેની સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. દૂધના ટેન્કરમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. મહેસાણા LCBએ બાતમી આધારે આ દૂધના ટેન્કરને ઝડપી પાડ્યું છે.
રાજસ્થાનથી અમદાવાદ તરફ દૂધના ટેન્કરમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. GJ 06 AZ 5233 નંબરના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.
8 લાખ 77 હજાર 660 રૂપિયાનો દારૂ અને 10 લાખનું ટેન્કર અને બે મોબાઈલ ફોન મળી કુલ 18 લાખ 87હજાર 660 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. દારૂના જથ્થા સાથે બે આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ધણી વાર રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવી રીતો અપનાવતા હોય છે અને મોટી સંખ્યમાં દારૂનો જથ્થો ઝડપાય છે. આ પહેલા પણ પોલીસે આ પ્રકારે દારૂ ઝડપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement