શોધખોળ કરો

Banaskantha Accident: દાંતીવાડામાં દિવાળીના દિવસે જ એક જ પરિવારના 3 લોકોના મોતથી અરેરાટી

દાંતીવાડાના રાજકોટ ગામે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ પત્ની સહિત માસૂમ બાળકનું નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દાંતીવાડાઃ બનાસકાંઠામાં દાંતીવાડાના રાજકોટ ગામે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ પત્ની સહિત માસૂમ બાળકનું નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. દિવાળીના દિવસે બાઇક સવાર કુટુંબને ઈકો કારે અડફેટે લીધું હતું. દિવાળીના દિવસે જ ત્રણ લોકોના અકસ્માતમાં નિધનથી શોકનો માહોલ છે. 

દાંતીવાડા પોલીસે અકસ્માત કરેલી ઈકો ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના દિવસે જ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 

ધાનેરાઃ બનાસકાંઠામાં દિવાળીએ જ યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો છે. ધાનેરામાં રેલવે નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. સોતવાડા રેલવે ફાટક પાસે  19 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે.  જાડી ગામના ભગવાન ઠાકોર નામક યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. 

રેલવે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી છે. આપઘાતની ઘટનાના સમાચાર મળતા લોકો ના ટોળેટોળાં ઉમટ્યા હતા. 

Triple accident:અરવલ્લીના ધનસુરાના રહીયોલ નજીક જતી કારમાં સવાર લોકો માટે દીવાળીનો દિવસ કાળમુખો બની ગયો. અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય લોકોના મોત થયા.

અરવલ્લીના ધનસુરાના રહીયોલ નજીક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માત સર્જોયો છે.  
જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા છે જ્યારે બે લોકો  ઘાયલ થયા છે. અકસ્મતા સમયે મળેલ ત્રણ મોબાઈલ ફોન અને 50 હજાર રોકડા સ્થાનિકોએ પોલીસને સોંપ્યા હતા. મૃતકોને પીએમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા. ઘાયલોને સારવાર માટે મોડાસા ખાતે ખસેડાયા હતા. ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

તો બીજી તરફ બોટાદના ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઢસા નજીક રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ હોટલ નવરંગ પાસે બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે  ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને  બસો સુરત થી અમરેલી જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અકસ્માતમાં 10-12 લોકોને ઇજા થઈ છે. ઘટનાની જાણ થતા ઢસા.લાઠી.અને દામનગરની 108 ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

દાહોદના નસીરપુર ગામ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો. આઇસર .પિકઅપ ગાડી અને રિક્ષા વચ્ચે અહીં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. પીકઅપ ગાડીએ રીક્ષાને ટક્કર મારી અને તે આઈસર સાથે અથડાતા અહીં  અકસ્માત સર્જાયો હતો.
આઇસર પિકઅપ ગાડી ડિવાઈડર  સાથે અથડાઇને નજીકના ખાડામાં પડી હતી.

ઘટનામાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડાયા હતા. જો કે અકસ્માત સર્જાતા આઇસર અને પીક અપ ગાડીના ચાલક ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી  મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સદનસીબે મોટી જાનહાનિ  ટળી હતી. અકસ્માતનો વીડિયો  cctvમાં કેદ થયા  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget