શોધખોળ કરો

Banaskantha : અંબાજી પાસે ભક્તો સાથે ખીણમાં ખાબકી જીપ, જાણો વિગત

અંબાજી નજીક જીપને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. 2 લોકો ગંભીર છે. અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ઘાયલોને ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠાઃ અંબાજી નજીક ખીણમાં ભક્તો સાથે જીપ ખીણમાં ખાબકી હતી. પંચમહાલ જિલ્લાના ભક્તો દર્શન માટે નીકળ્યા ત્યારે અકસ્માત થયો હતો. અંબાજી નજીક જીપને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. 2 લોકો ગંભીર છે. અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ઘાયલોને ખસેડવામાં આવ્યા છે. અંબાજી પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતમાં ગઈ કાલે અલગ અલગ અકસ્માતોમાં 2 વર્ષીય બાળકી અને બે મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઇજા થઈ છે. રાજકોટમાં ગોંડલ પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. પોસ્ટ ઓફિસ પાસે અજણ્યા વાહને એક્ટિવા ચાલક મહિલાને હડફેટે લીધી હતી. એક્ટિવા ચાલક મહિલા અને તેમની પુત્રી દૂધ લેવા માટે જતા હતા. એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત અને બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ધ્યાની પીયુષભાઈ ડોબરીયા ઉ.વ. આશરે 2 વર્ષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. 

સુરેન્દ્રનગરમાં લીંબડી -  અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર જાખણના પાટીયા પાસે ફોર વ્હીલે મહિલાને ટક્કર મારી હતી. હાઇવે રોડ પર આવેલ સોમનાથ હોટલની નજીક આ બનાવ બનવા પામ્યો છે, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટથી આવેલ કારે જસીબેન ઠાકોર આશરે ઉંમર વર્ષ 38 છે, જેઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જસીબેન ઠાકોર અમદાવાદના વાસણા વિસ્તારના ખોડીયાર પાર્કના રહેવાશી છે, ત્યારે જસીબેન સંઘ સાથે અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા.

સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં જસીબેનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું, ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરમાં  ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ છકડો રીક્ષામાંથી મજુર મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું હતું.  ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ તરફથી પ્લાસ્ટિક તથા પોલીથીન એકઠું કરવાનું કામ કરતા અને મૂળ ધ્રાંગધામા રહેતા મહિલાનું મોત નીપજ્યું છે.  લાડુબેન ભીખાભાઈ સલાડ ઉંમર વર્ષ આશરે ૪૫ જેવું પ્લાસ્ટિક એકઠું કરી  છકડો રિક્ષામાં કુડા ગામ તરફથી પોતાના ઘર આવતા અકસ્માતે મોત નીપજ્યું છે.  ધ્રાંગધ્રા માલવણ હાઇવે કુડા ચોકડી નજીક ચાલુ છકડો રીક્ષા એથી આધેડ મહિલા નીચે પટકાઈ હતી. માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે એ.ડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં વાલિયા તાલુકાના ચમરીયા ગામ નજીક પિક અપવેન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget