(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha : ખરોડીયા ચોકડી પર ટ્રીપલ અકસ્માત, બાઇક ચાલક યુવકનું મોત
બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. ખરોડીયા ચોકડી મોતની ચોકડી બની રહી છે. 4 માસમા અકસ્માતમાં 7 લોકોના જીવ ગયા છે.
બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના ખરોડીયા ચોકડી પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. ખરોડીયા ચોકડી મોતની ચોકડી બની રહી છે. 4 માસમા અકસ્માતમાં 7 લોકોના જીવ ગયા છે.
અન્ય એક ઘટનામાં, રાજકોટના ખોડિયાર ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવક દોડીને જઈ રહ્યો હતો ત્યારે જ કાર સાથે અથડાયો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવકનું મોત અકસ્માતે છે કે હત્યા તે બંને દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસને શંકા એવી પણ છે કે યુવક ભયભીત હોવાથી દોડીને જઈ રહ્યો હતો કે પ્રિ-પ્લાન યુવકની હત્યા કરવામાં આવી છે. હાલ તો પોલીસે મૃતક કોણ છે અને તેના મોતનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
સુરતઃ યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પતિ સામે નિર્દોષ સાબિત થવા યુવતીએ પ્રેમી સાથે શું કર્યું?
સુરતઃ સુરતમાં એક પરિણીતાએ તેના પ્રેમી પર જ એસિડ ફેંક્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, એક પરિણીતાને એક યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. પતિ સામે નિર્દોષ સાબિત થવા માટે યુવતીએ તેના જ પ્રેમી પર એસિડ અટેક કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી દંપત્તિની ધરપકડ કરી હતી.
મળતી જાણકારી અનુસાર સુરતના ઘોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિની સામે પ્રેમી પર એસિડ એટેક કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી દંપત્તિની ધરપકડ કરી હતી. દંપત્તિ ઘોડાદરા વિસ્તારના મહારાણા ચોક પાસે કપડાની દુકાન ધરાવે છે.
જેથી કંટાળીને યુવતીનો પતિ દુકાને એસિડ લઇને આવ્યો હતો અને યુવતીને કહેવા લાગ્યો કે જો તારે તે યુવક સાથે શરીર સંબંધ નથી તો યુવક પર એસિડ ફેંકીને સાબિત કર કે તું નિર્દોષ છે. જેથી યુવક તેમની દુકાને આવતા તેની પ્રેમિકાએ યુવક પર એસિડ ફેંક્યું હતું જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દરમિયાન ઝપાઝપીમાં યુવતીના પતિના હાથ પર પણ એસિડ પડતા તેને પણ ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે આરોપી દંપત્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.