શોધખોળ કરો

Banaskantha : નર્મદા કેનાલમાંથી મળી આવી યુવક-યુવતીની લાશ, પોલીસે હાથ ધરી તપાસ

થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરે લાશોને બહાર નીકાળી હતી. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવક યુવતી કોણ છે, તે જાણી શકાયું નથી. તેમજ તેમના મૃત્યુને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

થરાદઃ બનાસકાંઠાની નર્મદા કેનાલમાંથી યુગલની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી તરતા બે મૃતદેહ મળી આવ્યા છે. ઢીમા પુલીયા પાસે તરતા મહિલા પુરુષના મૃતદેહ મળી આવ્યા છે. 

થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરે લાશોને બહાર નીકાળી હતી. થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ યુવક યુવતી કોણ છે, તે જાણી શકાયું નથી. તેમજ તેમના મૃત્યુને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

Panchmahal : કુવામાંથી અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવતાં ચકચાર, પોસીસને શું છે આશંકા?

પંચમહાલઃ હાલોલ તાલુકાના તરખંડા ગામના ગુમ યુવાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.   શૈલેષ ચાવડા નામના યુવકનો મૃતદેહ  ઈટવાડી ગામના કુવામાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. યુવક બીજી જૂનની સવારે મોટર સાયકલ લઇ ઘરેથી નીકળ્યો હતો..

સાત દિવસથી ગુમ યુવાનનો મૃતદેહ ઈંટવાડી ગામના નેશ ફળિયાની સીમના એક ખેતરના કુવામાથી મળી આવ્યો છે.  ઘટના સ્થળ પાસેથી યુવકની મોટર સાયકલ મળી આવી છે. મૃતક યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. 

હાલોલ DYSP સહીતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.  યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી pm રૂમ ખાતે મોકલી તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Surat : અંબિકા નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી યુગલે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો મોટો ધડાકો?

સુરતઃ મહુવા તાલુકાના વેલણપુર ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વેલણપુર ગામે અંબિકા નદીના બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરી છે. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી સગીર 16 વર્ષની, જ્યારે યુવક 19 વર્ષનો છે. બંને નવસારી જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ બાબતે યુવતીની માતાએ ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી છે. ઘટના સ્થળેથી યુવતીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. 

પોલીસને સગીરાના મોબાઈલ પાછળ કવરમાંથી સૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું 'અમે અમારી મરજીથી સૂસાઈડ કરતા છે અને મારી મમ્મીને અમારાથી બો પ્રોબ્લેમ છે, સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દિધેલુ હતું કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરતા છે'.

બુધવારે મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી. ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ નવસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા. સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યે વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યું હતું.

પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પુત્રને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
ISRO NEW Chairman:કોણ છે નારાયણન જેમને ઇસરોની સંભાળી કમાન, 14 જાન્યુઆરીથી સંભાળશે કમાન
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
શું તમને પણ મળ્યો PAN સાથે જોડાયેલો આ મેસેજ? તો રહો સાવધાન, PIBએ આપ્યું એલર્ટ
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
H-1B વિઝા માટે કેટલી આપવી પડે છે ફી, જાણો ક્યાં કરવાની હોય છે અરજી?
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર
Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ
Mahindra BE 6: ફક્ત 20 મિનિટમાં ચાર્જ, 682 કિમી રેન્જ, ઇલેક્ટ્રિક SUVનું ટોપ વેરિઅન્ટ લૉન્ચ
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
HMPV Virus Cases: દેશમાં વધી રહ્યા છે HMPVના કેસ, જાણો ક્યાં રાજ્યમાં કેટલા નોંધાયા છે કેસ?
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
Embed widget