શોધખોળ કરો
કોરોનાનો કહેરઃ બહુચરાજીની મારુતિ કંપનીમાં બે દિવસથી કર્મચારીઓને નથી મળ્યું ભોજન, કોણ આવ્યું મદદે? જાણો વિગત
બહુચરાજીની મારુતિ કંપનીમાં નોકરી કરતા લોકોની હાલત કફોડી બની છે. છેલ્લા બે દિવસથી કર્મચારીઓ ભૂખ્યા સુતા હોવાની હકીકત બહાર આવી.

મહેસાણાઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેને પગલે ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે કંપનીઓમાં રજાઓ પડી ગઈ છે. ત્યારે બહુચરાજીની મારુતિ કંપનીમાં નોકરી કરતા લોકોની હાલત કફોડી બની છે. છેલ્લા બે દિવસથી કર્મચારીઓ ભૂખ્યા સુતા હોવાની હકીકત બહાર આવી છે. કંપનીએ હાથ અધ્ધર કરી દેતા બહુચરાજીમાં નોકરી કરતા આણંદના ઉમરેઠના યુવાને બહુચરાજી સરપંચ પાસે મદદ માંગી છે. સરપંચ દેવાંગ પંડ્યા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહુચરાજીમાં ભૂખ્યા સૂતા લોકોને ગ્રામપંચાયત ભોજન આપશે.
વધુ વાંચો




















