ઠાકોર સમાજના મુખ્યમંત્રી મુદ્દે અલ્પેશે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પ્રજાલક્ષી હોવો જોઇએ. કોઈ સમાજની માંગ જ શું કામ ઉભી થાય. દરેક સમાજને અધિકારી છે, દરેક સમાજના નેતા મુખ્યમંત્રી બને એવી લાગણી હોય.

ડીસાઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે. પાટીદાર સહિત કેટલાક સમાજ દ્વારા તેમના સમાજના મુખ્યમંત્રી બને તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગઈ કાલે ડીસામાં અલ્પેશ ઠાકોરને તેમના સમાજના મુખ્યમંત્રીની માંગ અંગે પૂછવામાં આવતા તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પ્રજાલક્ષી હોવો જોઇએ. કોઈ સમાજની માંગ જ શું કામ ઉભી થાય. દરેક સમાજને અધિકારી છે, દરેક સમાજના નેતા મુખ્યમંત્રી બને એવી લાગણી હોય. પણ એક એવા નેતાની જરૂર છે, કે જે આવી કોઈ સમાજની માંગણી જ ઉભી ન થવી જોઇએ. તમામ સમાજોની જે નાની મોટી સમસ્યા છે, તે દૂર કરવાની જવાબદારી સરકારની છે અને સરકાર જ આ સમસ્યાનો હલ કરી શકે છે. પ્રજાલક્ષી, પ્રજાતંત્રમાં પ્રજાની પીડાને વાચા આપે એવા મુખ્યમંત્રી અને એવા નેતાની જરૂર હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, મારી વાત હંમેશા એવી જ હોય છે. હું કોઇ પાટીદાર સમાજ કે સવર્ણ સમાજનો વિરોધ નથી કરતો અથવા કોઈ પછાત જ આવે એવી કોઈ વાત નથી, પણ વાત એ છે કે એવા નેતાને જોવા માંગુ છું, જે નેતા ગુજરાતની પ્રજાની પીડાને સમજી શકે અને પીડા દૂર કરી શકે.
ડીસામાં ગઈ કાલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની કારોબારી બેઠક મળી હતી. ઠાકોર સેના સુપ્રીમો અલ્પેશ ઠાકોરની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયાના સવાલમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, પાર્ટીને જરૂર નહીં હોય એટલે ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે. મારુ કામ હું ચૂંટણી માટે નહીં, સંગઠન અને વ્યસન મુક્તિ માટે કરું છું.
વર્ષના અંત સુધીમાં અમદાવાદને મળશે નવું નજરાણું, જાણો શું છે મોટા ખુશીના સમાચાર?
અમદાવાદઃ વર્ષના અંતે અમદાવાદ શહેરને નવું નજરાણું મળશે. સાબરમતી નદી ઉપર બની રહેલો ઓવરબ્રિજ પૂર્ણતાના આરે છે. 90 ટકા બ્રિજનું કામ પૂર્ણ થયું છે. એપ્રિલ 2019માં નદીની ઉપર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
300 મીટર લંબાઈના ઓવરબ્રિજ ઉપર નાગરિકો વોક સાથે સાયકલિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 2100 ટન લોખંડ ઓવરબ્રિજ દ્વારા બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ બન્યા બાદ ફલાવર પ્લાન્ટેશન અને બાંકડા લગાવવામાં આવશે.
આઈઆઈટી ચેન્નાઇ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. ઓવરબ્રિજ બન્યા બાદ કુલ 90 કરોડની કિંમતનો બ્રિજ બનશે.





















