શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ લગ્નની મહેંદી પણ હજુ સૂકાઇ નહોતી ત્યાં અકસ્માતે નવદંપતી સહિત ચારનો લઈ લીધો ભોગ, જાણો સમગ્ર ઘટના
મુળ સુણક ગામના વતની અને હાલમાં મહેસાણાના નાગલપુરમાં રહેતા ભૂપતસિંહ રાજપુતની પુત્રી સોનલના 27 નવેમ્બરે કામલીના મહેન્દ્રસિંહ રતનસિંહ રાજપુત સાથે લગ્ન થયા હતા. નવદંપતી, સોનલનોભાઈ પવન અને તેનો મિત્ર જૈમિન બળદેવજી ઠાકોર દ્વારકા દર્શને ગયા હતા.
મહેસાણાઃ ગઈ કાલે બપોરે દ્વારકાના ધ્રેવાડ નેશનલ હાઇવે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં મહેસાણાના નવદંપતી સહિત ચાર લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહેલા નવદંપતી, યુવતીના ભાઈ અને મિત્રનું મોત થતાં પરિવારમાં શોકનો મહોલ છવાયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મુળ સુણક ગામના વતની અને હાલમાં મહેસાણાના નાગલપુરમાં રહેતા ભૂપતસિંહ રાજપુતની પુત્રી સોનલના 27 નવેમ્બરે કામલીના મહેન્દ્રસિંહ રતનસિંહ રાજપુત સાથે લગ્ન થયા હતા. નવદંપતી, સોનલનોભાઈ પવન અને તેનો મિત્ર જૈમિન બળદેવજી ઠાકોર દ્વારકા દર્શને ગયા હતા. મંગળવારે તેઓ દ્વારકાથી ઘર પરત ફરી રહ્યા હતા, ત્યારે ધ્રેવાડ નેશનલ હાઇવે પર રોડનુ કામ ચાલતુ હોવાના કારણે વન-વે પર બન્ને તરફથી વાહનોની અવર જવર ચાલું હતી.
દરમિયાન બપોરે 4 વાગ્યે આગળના વાહનની સાઇડ કાપવા જતા સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રક સાથે કાર અથડાતા કારનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે યુવતીનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવદંપતીની સાથે બે યુવકોના મૃત્યુની જાણ થતા પરિવાર ભાગી પડ્યો હતો અને તેમને કરેલા આક્રદને પગલે વાતાવરણ ગમગીન બન્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement