શોધખોળ કરો

ગુજરાત BJPના ટોચના નેતાના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ માટે ભાજપમાંથી જ કોઈએ ના કરી મદદ, આ નેતાએ શું કર્યું ? 

ભાજપના અનુસૂચિત જાતિના આગેવાન નરેશ પરમારે મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ પરમારના પરિવારમાં પણ કોરોના સંક્રમણ જણાતા ટેસ્ટ માટે સ્થાનિક નેતાઓએ અસહાયતા રજૂ કરી હતી.

સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. 

કોરોના મહામારી દરમ્યાન સરકારની કામગીરી નબળી હોવાનો આક્ષેપ કરી અનુસૂચિત જાતિના જિલ્લા મોરચા પ્રમુખે રાજીનામું ધર્યું છે. ભાજપના અનુસૂચિત જાતિના આગેવાન નરેશ પરમારે મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નરેશ પરમારના પરિવારમાં પણ કોરોના સંક્રમણ જણાતા ટેસ્ટ માટે સ્થાનિક નેતાઓએ અસહાયતા રજૂ કરી હતી.

સરકારની નબળી કામગીરીથી લાગી આવતા અને મૃત્યુના આંકને જોઈ દુઃખી થયાનુ રાજીનામામાં જણાવ્યું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને વ્હોટસેપ દ્વારા રાજીનામું મોકલ્યું.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે.  

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?
BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Embed widget