શોધખોળ કરો

Vijapur Bypoll: સાબરકાંઠા બાદ વિજાપુર ભાજપમાં ભડકો, સીજે ચાવડાને ટિકીટ અપાતા સીનિયર નેતાએ આપ્યુ રાજીનામું

સાબરકાંઠા, પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે

Gujarat Bypoll News: સાબરકાંઠા, પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે. ઉત્તર ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવત છે, આજે વિજાપુર બેઠકને લઇને ભાજપમાં જ્વાળા ફાટી નીકળી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ટિકીટ આપતા ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ખાસ વાત છે કે, પાંચેય વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ ઉમેદવાર બનાવ્યા છે. 

Vijapur Bypoll: સાબરકાંઠા બાદ વિજાપુર ભાજપમાં ભડકો, સીજે ચાવડાને ટિકીટ અપાતા સીનિયર નેતાએ આપ્યુ રાજીનામું

આજે ફરી એકવાર ભાજપમાં ભડકાની સ્થિતિ પેદા થઇ છે, ઉત્તર ગુજરાત ભાજપમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે. વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારને લઈ ભડકો થયો છે. સી.જે.ચાવડાને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કરતા ભડકો થયો છે. આયાતી ઉમેદવારને ટિકીટ આપતાં ભાજપના કાર્યકરોમાં રોષ છે અને આ મુદ્દાને લઇને વિજાપુરમાં ભાજપ નેતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. તા.પં.ના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું આપ્યુ છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાને ટિકિટ મળતા નારાજગી દેખાઇ રહી છે. જુના ભાજપના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આરોપ લાગ્યો છે. અન્ય કાર્યકર્તાઓ પણ નારાજ હોવાની ચર્ચા છે.

કોણ છે સી, જે ચાવડા

ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય  છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ  રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.ણ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget