શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતની કઈ પાલિકામાં ભાજપે ટિકિટ આપવા મુદ્દે બનાવેલા નિયમો તોડ્યા? કોને કોને આપી ટિકિટ?
ભાજપ કાર્યાલય કમલમના પટાવાળા રમેશભાઇ ભીલનાં પત્ની આશાબેન ભીલને, શહેર ઉપપ્રમુખ મફતલાલ પટેલનાં પત્ની કૈલાશબેન પટેલને તેમજ શહેર મહામંત્રી મુકુંદ પટેલ કે જે બે ટર્મ જીતી ચૂક્યા છે તેમનાં પત્ની વર્ષાબેન પટેલને પણ ટિકિટની લ્હાણી કરાઇ છે.
મહેસાણાઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પાર્લામેન્ટરી બોર્ડના નિયમો સગા અને હોદેદારોને ટિકિટ નહીં આપવાની જાહેરાત માત્ર કાગળ ઉપર હોવાનું મહેસાણા નગરપાલિકાની જાહેર થયેલી યાદી જોતાં લાગી રહ્યું છે. કાર્યાલયના પટાવાળાની પત્ની, શહેર ઉપપ્રમુખ અને મહામંત્રીની પત્નીઓને ટિકિટની લ્હાણી કરવામાં આવી છે.
ભાજપ કાર્યાલય કમલમના પટાવાળા રમેશભાઇ ભીલનાં પત્ની આશાબેન ભીલને, શહેર ઉપપ્રમુખ મફતલાલ પટેલનાં પત્ની કૈલાશબેન પટેલને તેમજ શહેર મહામંત્રી મુકુંદ પટેલ કે જે બે ટર્મ જીતી ચૂક્યા છે તેમનાં પત્ની વર્ષાબેન પટેલને પણ ટિકિટની લ્હાણી કરાઇ છે. તો પાલિકા પ્રમુખ નવિન પરમાર તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ પ્રમુખ પુરીબેન પટેલને ટિકિટ આપી નથી. ઉલ્લેખનીય છે કે, 2015માં 44 પૈકી 15 બેઠકો પર ભાજપ અને 29 બેઠકો પર કોંગ્રેસ જીત્યો હતો.
ચૂંટાયેલા 15 કોર્પોરેટરોમાંથી ભાજપે માત્ર 8ને કર્યા રીપિટ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટર સંજય બ્રહ્મભટ્ટને ટિકિટ અપાઇ છે. મહેસાણા શહેર મહામંત્રી જનક બ્રહ્મભટ્ટ કે જેમના પિતા બે ટર્મ ભાજપમાં જીતી પાલિકા પ્રમુખ બની ચૂક્યા છે, તેમના ભાઇ ઉદય બ્રહ્મભટ્ટ એક ટર્મ જીતેલા છે અને ખુદ જનક બ્રહ્મભટ્ટને ભાજપે ત્રીજી વખત રિપિટ કર્યા છે. બળદેવજી ઠાકોર ભાજપમાંથી નગર પાલિકામાં 3 વખત અને કોંગ્રેસમાંથી 1 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે ભાજપે તેમના પત્નીને આ ચૂંટણીમાં રિપિટ કરવાનો નિર્ણય લીધો છે અને પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઇ વ્યાસને પણ પક્ષે તેમના વોર્ડમાં રિપિટ કર્યા છે.
જિલ્લા ભાજપ કાર્યાલયમાં લાંબા સમયથી પટાવાળા તરીકે કામ કરતા રમેશભાઇ ભીલનાં પત્ની આશાબેનને વોર્ડ-10માંથી ટિકિટ ફાળવાઇ છે. નોંધનીય છે કે, આશાબેન ગ્રેજ્યુએટ છે અને સ્થાનિક રીતે સમાજમાં તેમનું વર્ચસ્વ છે. જોકે, જિલ્લા પ્રમુખ જશુભાઇ પટેલે ટિકિટ ફાળવણીમાં સગા કે પરિવારવાદ ચલાવ્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.નો રિપિટ થિયરી માત્ર નામનીયુવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાતો કરનાર ભાજપને સત્તા હાંસલ કરવા ગત ટર્મમાં જીતેલા 15માંથી 9 કોર્પોરેટરોને રિપિટ કરવાનો વારો આવ્યો છે.
જ્યારે 3 નગર સેવકોએ તો ટિકિટ લેવાનો જ નનૈયો ભણ્યો હતો અને ટિકિટ માગ્યા બાદ નિશાબેન બારોટ, વિષ્ણુ પટેલ અને પૂર્વ પ્રમુખ નવિન પરમાર કપાયા છે. વિષ્ણુ પટેલે કહ્યું કે, બિન અનુભવી ઉમેદવાર નીતાબેન કે જેમને બાયોડેટા આપ્યો નથી અને પક્ષના પ્રાથમિક સભ્ય કે પેજ કમિટી બનાવી નથી તેમને ટિકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement