શોધખોળ કરો

Deesa : ખેતરમાં કામ કરતાં યુવક પર વીજળી પડતા થયં મોત, જાણો વિગત

 ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલના ખેતરમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે. 

ડીસાઃ બનાસકાંઠામાં ડીસા તાલુકાના બુરાલ ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે.  ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. બુરાલ ગામના જગમલભાઈ પટેલના ખેતરમાં મજૂર કામ કરતો હતો. ખેતરમાં આવેલી તમાકુની ફળીમાં વીજળી પડતા સુરમાજી મજીરાણાનું મોત નીપજ્યું છે. 

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ડીસા, ક્વાંટમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.  ૪૦ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો હતો.  સોમવારે બનાસકાંઠા, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મહેસાણાના ખેરાલુમા વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખેરાલુ. વૃંદાવન ચોકડી ,  ડાવોલ, મુબારકપરા સહિત તાલુકાના તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. 

અરવલ્લી જિલ્લામાં ગઈ કાલે સાંજથી સાર્વત્રિક ધોધમારમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં  ધનસુરા અને મોડાસામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભિલોડામાં એક ઇંચ,  બાયડ માપુરમાં અડધો ઇંચ,  મેઘરજમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. 

હવામામ વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસશે વરસાદ. તેમાં પણ 28 અને 29 તારીખે ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે 28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના મતે અરબ સાગર પર સર્જાયેલા લૉ પ્રેશરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

આજે બનાસકાંઠા, નર્મદા, છોટાઉદેપુર, તો મંગળવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. તો બુધવારે નવસારી, વલસાડ, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે

ભાવનગર વરસાદ

વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ પડ્યો છે. શહેરમાં સરિતા સોસાયટી, હાદાનગર, ચિત્ર, ફુલાસર, કાળાનાળા, ક્રેન્સ્ટ સર્કલ, કળિયાબીડ, સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. તો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી છે. શહેર વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. પાલીતાણા, સિહોર, સોનગઢ, સણોસરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.

સીઝનનો 82.40 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget