શોધખોળ કરો

Mehsana: જાણો મહેસાણાના આ ગામોનાં કેમ લાગ્યા ભાજપ નેતાના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો

મહેસાણા: વિપુલ ચોધરીની ધરપકડ બાદ મહેસાણા જીલ્લાના કેટલાક ગામોમાં ભાજપ નેતાઓ પ્રવેશ ન આપવાના બેનર લાગ્યા છે. વિસનગર અને ખેરાલુ તાલુકાના ગામોમાં બેનર લાગતા રાજકારણ ગરમાયું છે.

મહેસાણા: વિપુલ ચોધરીની ધરપકડ બાદ મહેસાણા જીલ્લાના કેટલાક ગામોમાં ભાજપ નેતાઓ પ્રવેશ ન આપવાના બેનર લાગ્યા છે. વિસનગર અને ખેરાલુ તાલુકાના ગામોમાં બેનર લાગતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધરપકડ બાદ મહેસાણા જિલ્લામાં ભાજપ નેતાના નો એન્ટ્રીના બેનરો લાગવાના શરૂ થયા છે. ખેરાલુ અને વિસનગર તાલુકાના કેટલાક ગામોમાં ભાજપને જાહેર નોટીસના બેનર લાગતા ઉતર ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. વિસનગર તાલુકા, ખડોસણ, ગુંજા, ખેરાલુ તાલુકા મંડાલી, હિરવાણી, ડાવોલ, મછવા સહિતના ગામોમાં સરકાર વિરોધ અને વિપુલ ચોધરીના સમર્થનમાં બેનર લાગ્યા છે.

એબીપી અસ્મિતાની ટીમે આ વિસ્તારના ગામડામાં પહોંચી તો અહીંના લોકોમાં રોષ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે સરકારે ચૂંટણી નજીક આવી છે ત્યારે આ ચૌધરી સમાજને દબાવવા વિપુલ ચોધરીની ધરપકડ કરી છે. જો વિપુલ ચૌધરીને છોડવામા નહિ આવે તો ચૂંટણી સમય ભાજપના નેતાઓને અમારા ગામમાં પ્રવેશ કરવા નહિ દઈએ.

ગામમા લાગ્યા ભાજપ વિરોધી બેનરો

વિપુલ ચોધરીની ધરપકડ બાદ રોજેરોજ નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. આજે ચૌધરી સમાજ દ્વારા મોટું સંમેલન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ વિપુલ ચોધરીની ધરપકડ બાદ ખેરાલુ તાલુકાના ભાજપ વિરુધ બેનરો લાગ્યા છે. ખેરાલુ તાલુકાના મોટી હેવાણી, મછાવા, મંડલી, સહિતના ડાવોલ સમોજા સહિતના ગામોમાં ભાજપ સરકાર વિરુદ્ધ બેનરો લાગ્યા છે. બેનરો લગાવતા સમયે લોકો એકઠા થઇ હાથમાં તલવાર બતાવી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા.

મહિલાઓના હાથમાં ખુલ્લી તલવાર જોવા મળી હતી. ચૂંટણી સમયે ભાજપના નેતાઓને ગામમાં ના પ્રવેશવાના બેનર લગાવવામાં આવ્યા છે. આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ખુલ્લી તલવારો સાથે મહિલાઓ વિપુલ ચૌધરીના સમર્થનમાં સામે આવતા રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધડપકડ બાદ ખેરાલુ તાલુકાના ગામોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૌધરી સમાજ વિપુલ ચૌધરીની ધપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર દેખાવો પણ કરવામાં આવી રહ્યા છે. આજે ધાનેરાના થાવર ગામે ચૌધરી સમાજનું મહાસમેલન મળવાનું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો હાજર રહેશે. સામરવાડાથી થાવર સુધી ચૌધરી સમાજની વિશાળ બાઇક રેલી પણ યોજાશે.  પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી માટે અર્બુદા સેનાના બેનર હેઠળ આ મહાસમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના ચૌધરી સમાજના  લોકો આવે તેવી શકયતા છે. વિશાળ સંમેલનને લઈને તંત્ર અને પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તૈયારી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget