શોધખોળ કરો

Kadi Bypolls 2025: કડીમાં ફરીથી 'કમળ' ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની ભવ્ય જીત

Kadi Bypolls 2025: કડીમાં એકલા રાજેન્દ્ર ચાવડાને 63 ટકા જેટલા મત મળ્યા છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે

Kadi Bypolls 2025: ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની પરિણામો લગભગ નક્કી થઇ ચૂક્યા છે. વિસાવદર અને કડી બન્ને બેઠકો પર કોંગ્રેસના સૂપડા સાફ થયા છે, જ્યારે વિસાવદરમાં આપને ફરી બાજી મારી છે અને કડીમાં ફરી એકવાર કમળ ખીલ્યુ છે. એટલે કે બન્ને બેઠકો પર ફરીથી પોતાના કબજામાં લેવામાં આપ અને ભાજપ સફળ રહ્યાં છે. માહિતી પ્રમાણે, ભાજપે કડીમાં બાજી મારી છે. કડીમાં રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે.  

આજે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં કડીમાં ભાજપની જીત નોંધાઇ છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જીતી ચૂક્યા છે. કડીમાં 21 રાઉન્ડના અંતે ભાજપ 39 હજાર 47 મતથી આગળ છે, કડીમાં એકલા રાજેન્દ્ર ચાવડાને 63 ટકા જેટલા મત મળ્યા છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો છે. મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી.

રાજેન્દ્ર ચાવડાએ જીત બાદ શું કહ્યું ?
રાજેન્દ્ર ચાવડાએ કહ્યું કે કડીના તમામ મતદારોનો આભાર જેમને મને 40 હજાર કરતા વધુ મતથી જીતાડ્યો છે. આ સાથે જ રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની ટેવ જ છે કે જ્યારે ચૂંટણી હારે ત્યારે EVM પર ઠીકરું ફોડે છે. જીત બાદ રાજેન્દ્ર ચાવડાએ કહ્યુ કે, જે કામો હશે તેને પુરા કરવાનો પુરો પ્રયાસ કરીશું.

કોણ છે રાજેન્દ્ર ચાવડા ? 
રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણાના રહેવાસી છે.રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય સભ્ય છે.તેઓ 1981થી 1986 સુધી મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય રહ્યા.રાજેન્દ્ર ચાવડા 1985માં જોટાણાથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે કોંગ્રેસના માનસિંહ જાદવ સામે તેઓ ચૂંટણી હાર્યા હતા.રાજેન્દ્ર ચાવડાએ અલગ અલગ આંદોલનમાં 10 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન

ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ

ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'

અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Israel-US Iran War:: ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે આ દેશે અમેરિકાને આપ્યો ઝટકો, US આર્મી માટે બંધ કર્યું એરસ્પેસ

Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત

Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા

અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના

Embed widget