શોધખોળ કરો

વિસાવદરમાં ઝાડુ ફરી વળ્યું, જીત બાદ પ્રવિણ રામે ગોપાલ ઈટાલીયાને ખભે બેસાડી કરી ઉજવણી

Visavadar Election 2025: વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું વિધાનસભા પહોંચવાનું નિશ્ચિત છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે.

Visavadar Election 2025: વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું વિધાનસભા પહોંચવાનું નિશ્ચિત છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને  75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ  વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.

 ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા

વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નિશ્ચિત જીત ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિસાવદરની જનતાનો ખુબ ખુબ આભાર. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે  ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો તે આમ આદમી પાર્ટી છે. આ પેટા ચૂંટણી એક યુદ્ધ હતું. ભાજપની સામ-દામ દંડ ભેદની કોઈપણ નીતિ કામ ન આવી. ગોપાલ ઇટાલીયા સહિત આ તમામ યુવા શક્તિની જીત છે છે. અમે અમારી સીટ પાછી જીતી છે. તમામ કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે.

'અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય રાજકારણમાં વાપસી' - અનુરાગ ધાંડા
વિસાવદરમાં AAPની લીડ અંગે, નેતા આશુતોષ ધાંડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને લખ્યું, "રહે તે હૈ વો ખામોસ અકસર જમાને મેં જીનકે હુમર બોલતે હૈ. પ્રધાનમંત્રીના ગઢ ગણાતા ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં જબરદસ્ત વાપસી કરી છે."

ચૂંટણી જીત પહેલા ગોપાલ ઈટાલીયાએ કરી હતી ભાવુક પોસ્ટ

આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.

 મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.

આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.

  • વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય
  • વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને મળ્યા 75,906 મત
  • વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ભાજપને મળ્યા 58,325 મત
  • વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને મળ્યા 5,491 મત
  • વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget