Mehsana : યુવતીને ભગાડી જનાર યુવકને પોલીસે પકડી લીધો, યુવકે પોતાના જ ગુપ્તાંગ પર મારી દીધી બ્લેડના ઘા
ઉંઝા પોલીસ લોકઅપમાં એક આરોપીએ પોતનું ગુપ્તાન કાપવાનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવતીને ભગાડી જવાના કેસમાં ધડપકડ કરેલ યુવાને પોતાના ગુપ્તાંગ પર બ્લેડના ઘા મારી દીધા હતા.
મહેસાણાઃ ઉંઝા પોલીસ લોકઅપમાં એક આરોપીએ પોતનું ગુપ્તાન કાપવાનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવતીને ભગાડી જવાના કેસમાં ધડપકડ કરેલ યુવાને પોતાના ગુપ્તાંગ પર બ્લેડના ઘા મારી દીધા હતા. યુવક ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે. યુવાને બ્લેડ વડે પોતાના શરીર પર હૂમલો કર્યો હતો. આરોપીએ સજાના ડરથી પોતાને ઇજા કરી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઊંઝા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આવેલા બાથરૂમમાં આરોપીએ બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને સારવાર માટે મહેસાણા સિવિલમાં દાખલ કરાયો હતો. ઊંઝા તાલુકાની યુવતીને ભગાડી જવાના કેસમાં પોલીસે બનાસકાંઠાના શિહોરી તાલુકાના 29 વર્ષીય યુવકની ગુરૂવારે ધરપકડ કરી હતી અને કોટેજ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ બાદ રાત્રે લોકઅપમાં રખાયો હતો.
શુક્રવારે સવારે યુવકે બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કરતાં લોકઅપમાં રહેલા અન્ય આરોપીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી મહેસાણા સિવિલમાં રીફર કર્યો હતો. હાલ આરોપીની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણાના નાયબ મામલતદાર પાસે મરણોત્તર નિવેદન લેવડાવી પોલીસે નોંધ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, ગુરૂવારે આરોપીની ધરપકડ બાદ મેડિકલ પરિક્ષણ કરાયું હતું. અહીં આરોપીના વાળ કાઢવા માટે આપેલી બ્લેડ તેણે લઈ લીધી હતી. તેમજ લોકઅપમાં મૂકતી વખતે ચેકિંગ કરતાં સમયે બ્લેડ મોઢામાં રાખી દીધી હતી. આ પછી શુક્રવારે સવારે બાથરૂમમાં બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અત્યારે તો આ અંગે જાણવા જોગ નોંધી છે.
આરોપી તબેલામાં મજૂરી કરતો હતો, ત્યારે યુવતીને ભગાડી ગયો હતો. જોકે, ઉંઝા પોલીસે તેને ઝડપીને જેલમાં ધકેલી દીધો હતો. હવે સજા થવાના ડરે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું છે.