શોધખોળ કરો

Mehsana: વિસનગરમાં ખેતરમાંથી મળી યુવતીની લાશ, દુષ્કર્મ આચર્યાની પરિવારને શંકા

પરિવારને આશંકા છે કે યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

અમદાવાદઃ મહેસાણાના વિસનગરમાં ખેતરમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના વિસનગર પાસે આવેલ મર્ચન્ટ કોલેજ પાસેના એરંડાના ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મહેસાણાના પરિવારે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

પરિવારનો આરોપ છે કે યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં હતી. પરિવારને આશંકા છે કે યુવતી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તેની હત્યા કર્યા બાદ તેની લાશને ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. જેથી જ્યાં સુધી પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિ આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરાઇ નથી. 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામા આવશે.

Accident: નવસારી રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્ક નીચે મહિલા આવી જતાં કમકમાટીભર્યુ મોત

Accident:નવસારી છાપરા રોડ પાસે કન્ટેનર અને ટ્કના અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો. મહિલા ટ્ક નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.

નવસારી છાપરા રોડ પાસે કન્ટેનર અને ટ્કના અકસ્માતમાં મહિલાએ જીવ ગુમાવ્યો. મહિલા ટ્ક નીચે આવી જતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. ડાયમંડ કંપનીમાં નોકરી કરતી મહિલા ટ્રકના અડફેટે આવી ગઇ હતી. જેના કારણે ટ્રક નીચે પટકાઇ જતાં ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.

આ મહિલા પરમેશ ડાયમંડ કંપનીમાં  નોકરી કરતી  હતી. નોકરી જતી સમયે ટ્રક અને કન્ટેનબપ વચ્ચેના અકસ્માતમાં મહિલા અડફેટે આવી જતાં ટ્રેક નીચે પટકાતા મહિલાનું કરૂણ મોત થયું છે. અકસ્માતના પગલે અહીં લાંબા સમય સુધી ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. નવસારી શહેરમાં ટ્રકોના આવન જાવનને લઈને નિયમોનો અમલ ન થતા આ રોડ પર છાશવારે અકસ્માત સર્જાઇ છે.

પંચમહાલ: ગોધરાના  બિસ્માર રસ્તાના કારણે 7 વર્ષના માસૂમે ગૂમાવ્યો હાથ, ટ્રકના નીચે કચડાયો

7 વર્ષનો માસુમ ટ્રકમાં અડફેટે આવી ગંભીર ઇજા પહોંચી હતી અને જેના કારણે તેને હાથ ગુમાવવાનો વારો આવ્યો છે.  

ગોધરામાં ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાતા એક બાળકે હાથ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીના  ખખડધજ રસ્તાનાં કારણે બાઇક સવારે સંતુલન ગુમાવતા  7 વર્ષનો માસુમ બાઇકમાંથી નીચે પટકાયો હતો અને ટ્રકના વ્હીલમાં હાથ આવી જતાં મોત થયું હતું.  અહીં  લીંબા તળાવ રોડ પાસે બાઇક લઇ પસાર થઈ રહેલ રાહદારીની બાઇક ખાડા મા પછડાતા બાઇક ચાલકે કાબુ ગુમાવતા નજીક થી પસાર થઈ રહેલ ટ્રક ની અડફટે આવી જતાં માસૂમ નો હાથ કચડાયો હતો અને તેના કારણે માસૂમને હાથ ગુમાવાનો વારો આવ્યો છે.

હાલોલ વડોદરા ટોલનાકા રોડપર અકસ્માતની વણઝાર સર્જાઇ

હાલોલ વડોદરા ટોલનાકા રોડપર અકસ્માતની વણઝાર સર્જાઇ. અહીં ભણીયારા નજીક વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. અહીંઅચાનક આગળ ચાલતી કારે બ્રેક મારતા પાછળ આવતી પાંચ જેટલી કાર એકબીજા સાથે અથડાઇ હતી. જો કે સદ્નસીબે કોઇ જાનહાનિ નથી થઇ. માત્ર ગાડીઓને નુકશાન પહોંચ્યું હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget