શોધખોળ કરો

Mehsana : અલગ જ્ઞાતિના યુવક-યુવતીને પ્રેમલગ્ન કરવા પડ્યા ભારે, આખા ગામે કરી દીધો બહિષ્કાર ને પછી તો....

યુવતીએ જણાવ્યું હતું કે, તેના પતિ અલગ જ્ઞાતિના હોવાથી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. તેમજ અમારી સાથેનો તમામ વ્યવહાર પણ તોડી નાંખ્યો છે. ખેતરમાં પાણી પણ આપતા નથી. રસ્તા પર નીકળીએ તો અપશબ્દો બોલે છે.

મહેસાણાઃ પુદગામ ગણેશપુરામાં યુવક-યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડી ગયા છે. પ્રેમલગ્ન કરનાર યુગલનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે.  દૂધ, શાકભાજી, ખેતરનું પાણી સહિતની ચીઝ વસ્તુઓ આપવાનું બંધ કરી દીધું છે. યુવક યુવતી એક જ ગામના હોવાથી ગામ લોકોએ વિરોધ કર્યો. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવા પર ગ્રામજનોએ રોક લગાવી. બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી ગ્રામજનોએ બહિષ્કાર કર્યો.

યુવતીએ જણાવ્યું હતું કે, તેના પતિ અલગ જ્ઞાતિના હોવાથી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. તેમજ અમારી સાથેનો તમામ વ્યવહાર પણ તોડી નાંખ્યો છે. ખેતરમાં પાણી પણ આપતા નથી. રસ્તા પર નીકળીએ તો અપશબ્દો બોલે છે. જ્યારે છોકરાએ કહ્યું હતું કે, અમે લવ મેરેજ કર્યા ત્યારથી અમારો વિરોધ કરી રહ્યા છે. અમારું ઘર અને અમારા કાકા સહિતના પરિવારનો પણ બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં દુકાને વસ્તુ પણ આપતાં નથી. દૂધ મંડળી પર ઘી પણ નથી મળતી. અમે આ અંગે અમે સરપંચને પણ રજૂઆત કરી હતી. અહીંના પ્રમુખને પણ લેખિતમાં રજૂઆત કરી છે. અમે છેલ્લા સાત મહિનાથી કષ્ટ વેઠી રહ્યા છીએ. ગામના લોકો ગામ છોડીને જતું રહેવું પડશે, તેમ કહી રહ્યા છે. અમે આ અંગે એસપી સાહેબને અરજી આપી છે. 

યુવકના પરિવારે કહ્યું કે, મારી ભત્રીજી અત્યારે ગર્ભવતી છે. અમારે દૂધ લેવા પણ વિસનગર જવું પડે છે. અમારા ચારેય ભાઈના પરિવારનો ગામ લોકોએ બહિષ્કાર કરેલો છે. નવરાત્રિમાં અમે ગરબા ગાવા ગયા હતા, તો અમને ગરબા ગાવા દીધા નહોતા. 

Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'

સુરતઃ કાપોદ્રામાં એક યુવતીએ પ્રેમપ્રકરણમાં આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આપઘાત પહેલા એક સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે મોટો ધડાકો કર્યો છે. યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારો સંબંધ એક યુવક સાથે હતો. હું અને તે ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. તે પહેલાંથી જ પરિણીત હતા, તેમ છતાં મેં તેની જોડે સંબંધ રાખ્યો. તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી, એમ છતાં એ મને અને પતિને સાથ આપતી હતી. હું આજે આ ખોટું પગલું ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે.

વધુમાં લખ્યું હતું કે તેની પત્ની અને તેણે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં તેના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે. વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું. મારાં માતા-પિતા, ભાઈ-બહેનને બસ એટલું કહીશ કે હું ખોટી હતી એટલે ખોટું કર્યું, તે મને મારતો, મેન્ટલી હેરાન કરતો, જે હું સહન ન કરી શકી.

પોલીસે આ અંગે યુવક અને તેની પત્ની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૂળ ઉમરપાડાની યુવતી ભાણેજ સાથે રહેતી હતી. હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. ગત રોજ સવારે 10 વાગ્યા દરમિયાન યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં. પોલીસ યુવતીને સ્મિમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસને યુવતીના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

યુવતીના આપઘાતની તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે યુવક અને તેની પત્ની સામે યુવતીને આતઘાત કરવા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget