શોધખોળ કરો

Mehsana: કડીમાં બે સોસાયટીના રહીશોએ આમને-સામને કર્યો પથ્થરમારો, રસ્તા મુદ્દે ચાલી રહી હતી બબાલ

ઘટનાની વિગતો એવી છે કે, મહેસાણા જિલ્લામાં આવેલા કડીમાં આજે બે જૂથો વચ્ચે જોરદાર બબાલ સામે આવી છે

Mehsana News: મહેસાણા જિલ્લાના કડીમાં બે સોસાયટી વચ્ચેના રહીશોનો ઝઘડો હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રસ્તાના ઇશ્યૂને લઇને આ જે બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે, જોકે, હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને મામલાને શાંત પાડવામાં આવ્યો છે. 

ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, મહેસાણા જિલ્લામાં આવેલા કડીમાં આજે બે જૂથો વચ્ચે જોરદાર બબાલ સામે આવી છે. કડીમાં બે સોસાયટી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સોસાયટીના રૉડ અને રસ્તાંને લઇને બબાલ ચાલી રહી હતી, જેના કારણે આજે મોટું ઘર્ષણ સર્જાયુ હતુ. રસ્તા મુદ્દે ધનરાજ સોસાયટી અને સાકર સોસાયટી વચ્ચે પહેલા બોલાચાલી અને બબાલ થઇ હતી, અને બાદમાં બન્ને સોસાયટીના રહીશો વચ્ચે પથ્થરમારો થયો હતો. ઘટનાને પગલે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારુ ભરેલુ ટેન્કર ઝડપ્યું, જાણો કેટલા લાખનો મુદ્દામલ કબજે કર્યો 

મહેસાણાના કડી-થોળ રોડ પર આવેલી એન. કે. પ્રોટીન નામની કંપનીના પાર્કિંગમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું છે. હરિયાણાના આ ટેન્કરમાં 37 લાખ, 18 હજારની કિંમતનો દારૂ લવાયો હતો. દારૂના જથ્થા સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.  ખૂબ જ મોટા પ્રમાણમાં દારુ મળી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ પણ ચોંકી ગયું હતું. હાલ તો દારુના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આટલો મોટો દારુનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.  

બે દિવસ પહેલા ભાવનગરમાંથી દારુનું ટેન્કર ઝડપાયું હતું

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ શુક્રવારે અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને ભાવનગર જિલ્લામાં દારૂના ગુના શોધવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ભાવનગરના બુટલેગરે વિગેશી દારૂનું ટેન્કર મંગાવ્યું હતું. તેની બાતમી પોલીસની મળી હતી.  હરિયાણા પાસીંગનું સફેદ કલરનું ઓક્સિજન ટેન્કર ધોલેરા, પીપળીથી ભાવનગર તરફ જઈ રહ્યાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ધોલેરા-ભાવનગર હાઈવે પર ભડભીલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સાંજના ૭-૪૦ કલાકના અરસામાં  બન્ને બાજુ ઈનોક્સ એર પ્રોડક્ટ્સ, પાછળના ભાગે ઓક્સિઝન રેફ્રિજરેટેડ લિક્વિડ અને ઓક્સિજન લિક્વિડ લખેલું ટેન્કર  નં.એચઆર.૬૫.એ.૮૨૬૨ ટોલબુથ આગળ પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેને રોકી ડ્રાઈવરને નીચે ઉતારી પૂછતાછ કર્યા બાદ દારૂનો ખૂબ મોટો જથ્થો હોવાની શખ્સે કબૂલાત આપી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ સનેશ પોલીસના બે કોન્સ્ટેબલને સ્થળ પર બોલાવી ડ્રાઈવરને પોલીસ જાપ્તામાં રાખી ટેન્કરને સનેશ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ જવાયું હતું.

અહીં દારૂનો જથ્થો વધુ પ્રમાણમાં હોય અને સરળતાથી નીચે ઉતારી શકાય તેમ ન હોવાથી કાળાતળાવ ગામેથી મિકેનિકને બોલાવી ટેન્કરની ટેન્કની ડાબી બાજુ પાછળના ભાગને ગેસ કટરથી કાપ્યા બાદ મજૂરો મારફત અંગ્રેજી દારૂની ૧૪,૩૨૮ અને બિયરના ટીન નં.૨૩૫૨ (કિ.રૂા.૩૩,૦૦,૭૨૦)નો જથ્થો ટેન્કરમાંથી ઉતાર્યો હતો. આ દારૂ-બિયરનો મસમોટો જથ્થો ઉપરાંત બે મોબાઈલ ફોન, રોકડ રકમ, ઓક્સિજન લિક્વિડનું ટનેકર, કાગળોની લેમીનેટ નકલો મળી કુલ રૂા.૫૮,૧૩,૮૮૦ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Embed widget