શોધખોળ કરો

Mehsana: શહેરના મોટા બ્રિજ પર ગાબડા પડતાં પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઉઠાવ્યા સવાલો, ચેનલો અડધો ફૂટ ખસી

રાજ્યમાં રૉડ અને રસ્તાની ફરિયાદ ફરી એકવાર ઉઠી છે, મહેસાણામાં એક બાયબાસ બ્રિજ પર મોટા મોટા ગાબડાં પડતા વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે

Mehsana Road Controversy: રાજ્યમાં રૉડ અને રસ્તાની ફરિયાદ ફરી એકવાર ઉઠી છે, મહેસાણામાં એક બાયબાસ બ્રિજ પર મોટા મોટા ગાબડાં પડતા વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આવેલા બ્રિજ પરની ત્રણથી ચાર ચેનલો ખસી ગઇ છે, જેના કારણે રૉડ અને ચેનલો વચ્ચે અડધો ફૂટ જેટલી જગ્યા પડી ગઇ છે, આને હવે તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગ ઉઠી છે, આ મામલે પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. 

Mehsana: શહેરના મોટા બ્રિજ પર ગાબડા પડતાં પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઉઠાવ્યા સવાલો, ચેનલો અડધો ફૂટ ખસી

મળતી માહિતી પ્રમાણે, મહેસાણા રૉડ અને રસ્તાની બિસ્માર હાલ પર હવે રાજકારણીઓ પણ ખુલીને બોલી રહ્યા છે, શહેરમાં એક બાયપાસ રૉડ પરના બ્રિજ ચેનલો ખુલ્લી પડી જતાં સ્થાનિક નેતા અને પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે તંત્ર સામે સવાલો કર્યા છે. ખરેખરમાં વાત એમ છે કે, મહેસાણામાં આવેલા બાયપાસ રૉડ પર રાજવી ફાર્મ નજીકના એક બ્રિજ આવેલો છે જેની હાલત એકદમ બદતર થઇ ગઇ છે, હાલમાં આ બ્રિજ પરની બેથી ત્રણ ચેનલો ખુલ્લી પડી ગઇ છે, રૉડ અને ચેનલો વચ્ચે લગભગ અડધા ફૂટ જેટલી જગ્યા પડી ગઇ છે. ચેનલથી જોડાયેલા બે રૉડ વચ્ચે 6 થી 7 ઇંચની ગેપ પડી ગઈ છે, જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવવાનો ભય છે. હાલમાં આ બ્રિજ ઉપર કુલ 20 ચેનલો આવેલી છે. તમામ ચેનલ અને રૉડ અલગ થઈ ગયો છે. આમાં પણ ત્રણ ચેનલો એવી છે જેમાં રૉડ અને ચેનલ વચ્ચે અડધો ફૂટ કરતા વધુ અંતર પડી ગયુ છે. આ બ્રિજને લઇને હવે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Mehsana: શહેરના મોટા બ્રિજ પર ગાબડા પડતાં પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઉઠાવ્યા સવાલો, ચેનલો અડધો ફૂટ ખસી

મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો સૂર્યનમસ્કાર કાર્યક્રમ, બન્યો વિશ્વ રેકોર્ડ

મહેસાણાના મોઢેરામાં રાજ્યકક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી છે. રાજ્ય કક્ષાના 108 આઇકોનીક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. રાજ્યના 15 લાખ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૂર્ય નમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન. બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે.આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ ઉત્તમ છે. PMના માર્ગદર્શનમાં સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ,તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે. 

કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજે આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના 18 હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી હતી. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી વિધાર્થીઓ આવ્યા છે.  2024નો આજે પ્રથમ દિવસ છે ત્યારે આ પ્રથમ દિવસના સૂર્યના પ્રથમ કિરણથી એક નવો વિક્રમ નોંધાવવા જઈ રહ્યો છે. સુરતમાં યોગમાં આપણે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો તો ત્યારે આજે ફરી વિશ્વ રેકોર્ડ નોંધાશે. આપનો દેશ અને આપણું ગુજરાત અલગ છે. દુનિયા 2024ના નવા વર્ષેની પાર્ટી માણે ત્યારે આપણા યુવાનો રોગ ભગાવવા યોગ કરે છે. નવા વર્ષેમાં દેશના યુવાનો એક સંકલ્પ લે કે આપને યોગ કરીશું અને સૂર્ય નમસ્કાર રોજ કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget