શોધખોળ કરો

લો કરો વાતઃ ગુજરાતમાં બસ કરતા ટ્રેનની મુસાફરી મોંઘી, જાણો કઈ છે આ ટ્રેન?

ગાંધીનગર વરેઠા વચ્ચે શરૂ કરાયેલી ટ્રેનમાં કોઈ બેસનાર જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મહેસાણા વરેઠા વચ્ચે માત્ર 22 અને મહેસાણા ગાંધીનગર વચ્ચે માત્ર 26 ટીકીટ વેચાઈ હતી

મહેસાણાઃ ગરીબ રથ તરીકે ઓળખાતી ટ્રેનનું ભાડું એસટી બસથી પણ વધુ હોવાથી ગુજરાતના આ વિસ્તારમાં લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. રંગે ચંગે ટ્રેન તો શરૂ કરાઇ પણ ભાડું ખૂબ વધારે રાખતા ટ્રેનમાં બેસનાર જ કોઈ નથી. ગાંધીનગર વરેઠા વચ્ચે શરૂ કરાયેલી ટ્રેનમાં કોઈ બેસનાર જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મહેસાણા વરેઠા વચ્ચે માત્ર 22 અને મહેસાણા ગાંધીનગર વચ્ચે માત્ર 26 ટીકીટ વેચાઈ હતી. ગત 16 જુલાઈના રોજ આ ટ્રેનનો રંગે ચંગે પ્રારંભ કરાયો હતો. મહેસાણાના સાસંદ શારદાબેન પટેલે ટ્રેનનો સમય બદલવા કેન્દ્રિય રેલ મંત્રીને પત્ર લખ્યો છે. 

બીજી તરફ ટ્રેનમાં ભાડું વધારે હોવાથી કોઈ મુસાફર ટ્રેનમાં બેસવા તૈયાર નહીં. ટ્રેનમાં મહેસાણા વિસનગર વચ્ચે 30 રૂપિયા ભાડું છે. જ્યારે એસટી બસમાં 18 રૂપિયામાં મુસાફરી થાય છે. વિસનગરથી વડનગરના માત્ર 11 કિમિના ટ્રેનમાં 30 રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે. જ્યારે બસમાં વડનગર વિસનગર વચ્ચે 14 રૂપિયામાં મુસાફરી થાય છે.

લો કરો વાતઃ ગુજરાતમાં બસ કરતા ટ્રેનની મુસાફરી મોંઘી, જાણો કઈ છે આ ટ્રેન?

લો કરો વાતઃ ગુજરાતમાં બસ કરતા ટ્રેનની મુસાફરી મોંઘી, જાણો કઈ છે આ ટ્રેન?

રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નહીં, અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 12 ઈંચ વરસાદ

રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આશા નહીં. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે રાજ્યમાં સારા વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારસુધી રાજ્યમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૬ ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

આમ, ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭ ટકા ઓછો નોંધાયો છે. અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા,  ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાયો છે.

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી

દેશમાં ભારે વરસાદે પહાડથી લઈ રણ સુધી હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી કેટલાક રાજ્યો પૂરથી પ્રભાવિત થયા છે. દેશનું દિલ જેને કહેવાય છે તે મધ્યપ્રદેશ હાલ પૂરમાં ડૂબ્યું છે. મધ્યપ્રદેશના ત્રણ જિલ્લા શિવપુરી, શિયોપુર અને દતિયામાં ભારે વરસાદે સૌથી વધુ તબાહી મચાવી દીધી છે. ત્રણેય જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશના 25 જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આઘાહી કરી કરી છે. તો શિવપુરી અને શિયોપુરમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધી શિવપુરીમાં 47 સેંટિમીટર, ગુનામાં 27 સેંટિમીટર, અશોકનગરમાં 20 સેંટિમીટર અને ટીકમગઢમાં 10 સેંટિમીટર વરસાદ વરસી ચૂક્યો છે.

મધ્યપ્રદેશમાં પૂરના હાહાકારના કારણે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત કરી શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. આ તરફ શિવપુરીમાં ભારે વરસાદ અને પૂરના કારણે 45થી વધુ પરિવારો ફસાયા હતા. હાલ વાયુસેનાએ ફસાયેલા લોકોને બચાવી લેવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ તરફ SDRFએ અત્યાર સુધી 15 લોકોને હોડીની મદદથી બચાવી લીધા હતા. તો 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget