શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના બહાને બોલાવ્યો અને.....
ગુરુવારે સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને ખાત્રજ ચોકડી બોલાવ્યો હતો
મહેસાણા: થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સેક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે. આ વિસ્તારની ઝાડીમાંથી શુક્રવારે મળી આવેલી લાશનો 24 કલાકમાં જ ભેદ ઉકેલાઇ ગયો છે. હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું મહેસાણા એલસીબી અને બાવલુ પોલીસની તપાસમાં ખૂલ્યું છે.
ભીમાસણ-ખાત્રજ રોડ પર કારોલી ગામના પાટિયા નજીક ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે અસંખ્ય ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી.
આલ્પાઇન પ્લાસ્ટીક કંપની (જેતપુર, તા.કડી)માં કામ કરતા મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. તેણે કબૂલ્યું હતું કે, તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા. બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં.
ગુરુવારે સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને ખાત્રજ ચોકડી બોલાવ્યો હતો અને થોળ અભયારણ્યની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની કોલેજ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.
મુનીરાજસિંહ સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો, તે સમયે ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા. તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો. પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા. અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement