શોધખોળ કરો

Patan: દારુનું વ્યસન છોડાવવા નશામુક્તિ કેન્દ્રમાં ગયેલા મહેસાણાના યુવાનને સંચાલકોએ ઢોર માર મારી પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર આપ્યા ડામ

પાટણ: એક યુવાનના હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાની ઘટના પરથી રહસ્યનો પડદો ઉઠ્યો છે. પાટમ શહેર બી ડીવીઝન પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

પાટણ: એક યુવાનના હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાની ઘટના પરથી રહસ્યનો પડદો ઉઠ્યો છે. પાટમ શહેર બી ડીવીઝન પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ઘટના એવી છે કે આજથી આશરે 20 દિવસ પહેલા પાટણ સ્થિત જ્યોના વ્યશન મુક્તિ કેન્દ્ર ખાતે મહેસાણાનો યુવક હાર્દિક સુથાર દારૂ જેવા દુષણથી છુટકારો મેળવવા કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો. પરંતુ ઘટના એવી બની કે મૃતક યુવાનનું વ્યશન તો ન છૂટ્યું પરંતુ જીવન જ છૂટી ગયું. વ્યશન મુક્તિ કેન્દ્રના સંચાલક અને અન્ય ઈસમો મળીને કૃરતાથી માર મારી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.

પાટણ શહેરમાં છેલ્લા એક વર્ષથી સરદાર કોપ્લેક્સમાં જ્યોના નશા મુક્તિ કેન્દ્ર કાર્યરત હોઈ જેમાં મહેસાણા જિલ્લાના મોટી દાઉ ગામના યુવક હાર્દિક રમેશ ભાઈ સુથારને દારૂ અને ડ્રગ્સનું વ્યસન લાગી ગયું હતું. જે વ્યસન છોડાવવા માટે તેના મામા દ્વારા પાટણ ખાતે આવેલ જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં છેલ્લા છ મહિનાથી સારવાર લઇ રહ્યા હતા અને બાદમાં તેઓએ ઘરે જવા માટે જીદ કરતા અને ઘરે જવા ન મળતા છેવટે હાર્દિક બાથરૂમમાં જઈ તેના હાથની નસને ચપ્પુ વજે કાપી નાખી હતી. જે બનાવની જાણ નશા મુક્તિ કેન્દ્રના સંચાલક સંદીપ પટેલને થતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં પ્લાસ્ટિકની પાઇપ લઇ હાર્દિકને ઢોર માર માર્યો હતો. 

બાદમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેલ બીજા પાંચથી સાત વ્યક્તિઓએ હાર્દિકના હાથ પગ દોરડા વડે બાંધીને તમામ વ્યક્તિઓ દ્વારા પ્લાસ્ટિકની પાઇપોથી અને ગડદા પાટુનો અને ગુપ્ત ભાગે ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ યુવકને અંદર એક રૂમમાં સુવાડી દીધો હતો. સતત બે કલાક સુધી હાર્દિક મારથી પીડાતો રહ્યો અને છેવટે અર્ધ બેભાન હાલતમાં થઇ જતા સંચાલક સંદીપ સહીત અન્ય સાગરીતો દ્વારા તેમની પ્રાઇવેટ ગાડીમાં હાર્દિકને લઇ તિરૂપતિ કોપ્લેક્સમાં આવેલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે હાર્દિકને મૃત જાહેર કર્યો હતો.

ત્યાર બાદ સંચાલક સંદીપ પટેલે હાર્દિક પટેલના મામાને ફોન કરી જણાવેલ કે હાર્દિકનું બીપી લો થઇ ગયું છે તેને સારવાર માટે લઇ જઈ છીએ તેવી વાત કરી હકીકત છુપાવી હતી અને સવારે હાર્દિકના મોત અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવારને વિશ્વાસમાં લઇ હાર્દિકની લાશને પરિવાર સાથે સ્મશાન ગૃહમાં અંતિમ વિધિમાં લઈ ગયા હતા.

આ ઘટના અંગે નશા મુક્તિ કેન્દ્રના એક બાતમીદાર દ્વારા સમગ્ર ઘટનાની હકીકત પાટણ બી ડીવીજન પોલીસને જાણ કરતા પોલીસે ગુપ્ત રહે તપાસ કરતા નશા મુક્તિ કેન્દ્રમા લગાવેલ સીસીટીવી તપાસ કરતા મૃતક હાર્દિક પટેલને સંચાલક સંદીપ પટેલ સહીત પાંચથી સાત જેટલાં ઈસમો પાઇપ વડે બેરહેમીથી ઢોર માર મારતા જોવા મળ્યા હતા. જે અંગે મૃતક હાર્દિક પટેલના મામાએ નવ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છ ઈસમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દિધા હતા.

હાર્દિક પટેલ દ્વારા બાથરૂમમાં તેના હાથની નશ કાપી દેતા તેના ગુસ્સામાં સંચાલક સંદીપ પટેલ તેમજ અન્ય તેમના સાગરીતો દ્વારા હાર્દિક પટેલને પ્લાસ્ટિકને સખત પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો અને સતત દોઢ કલાક સુધી બેરહેમીથી માર મરાયો હતો. જેનું મુખ્ય કારણ અન્ય જે વ્યસન મુક્ત થવા આવેલ વ્યક્તિઓ ઉપર રોફ જમાવવા માર મારવામાં આવ્યો હતો. સાથે પ્લાસ્ટિકની પાઇપ સળગાવી તેના ટીપા હાર્દિકના ગુપ્ત ભાગે પાડી ડામ આપવામાં આવ્યા હતા ત્યારે આવી ફુરતા ભર્યા કૃત્યને ઈસમો દ્વારા કુદરતી મોતમાં ખપાવવા માટેના પ્રયત્નો પણ ઈસમો દ્વારા કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
Embed widget