MLA આશાબેનના અંતિમ સંસ્કાર પહેલાં કરવી પડી આ વિધી, જાણો શું છે કારણ ? જ્યોતિષશાસ્ત્રમાં કેમ મનાય છે અશુભ ?
ઉંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનાં સિધ્ધપુરમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. સિધ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આશાબેન પટેલના અંતિમ સંસ્કાર કરાયા છે.
![MLA આશાબેનના અંતિમ સંસ્કાર પહેલાં કરવી પડી આ વિધી, જાણો શું છે કારણ ? જ્યોતિષશાસ્ત્રમાં કેમ મનાય છે અશુભ ? Unjha BJP MLA Antim Sanskar : what vidh doing by family before antim sankar of Asha Patel MLA આશાબેનના અંતિમ સંસ્કાર પહેલાં કરવી પડી આ વિધી, જાણો શું છે કારણ ? જ્યોતિષશાસ્ત્રમાં કેમ મનાય છે અશુભ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/13/f93997f173cf58b5950a74fe75031cef_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સિધ્ધપુરઃ માત્ર 44 વર્ષની નાની વયે ગુજરી ગયેલાં ઉંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનાં સિધ્ધપુરમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. સિધ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આશાબેન પટેલના અંતિમ સંસ્કાર કરાયા છે. આશાબેન પટેલના અંતિમ સંસ્કારની ખાસિયત એ છે કે, તેમના અંતિમ સંસ્કાર પહેલા પંચક વિધિ કરવામાં આવી હતી. આશાબેન પટેલનું પંચકમાં મૃત્યુ થયું હોવાથી તેમના અંતિમ સંસ્કાર પહેલા પંચક વિધિ કરવામાં આવી હતી.
જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈનું મૃત્યુ પંચક કાળમાં થાય તો તે અશુભ માનવામાં આવે છે. મૃતક વ્યક્તિની સાથે કુલ પાંચ લોકોના મોતની સંભાવના હોય છે તેથી પંચકમાં મૃત્યુ થાય તો વ્યક્તિના અંતિમ સંસ્કાર પહેલા પંચક વિધિ કરવામાં આવે છે કે જેથી મૃત્યુ પછીની અશુભ ઘટનાઓને ટાળી શકાય.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પંચક કાળ એટલે કે પંચક સમયગાળામાં 5 કાર્યો કરવાનો સદંતર નિષેધ છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે પંચક કાળમાં આ કાર્યો કરો તો તેનાં ખરાબ પરિણામ આવે છે. આ પાંચ કાર્યોમાં લાકડું ખરીદવું, ઘર કે બિલ્ડિંગ બનાવવું કે સમારકામ કરવું, અંતિમ સંસ્કાર કરવા કે અગ્નિદાહ આપવો, પલંગનું મકાન અને દક્ષિણની મુસાફરીનો સમાવેશ થાય છે.
શું છે આ પંચક?
હિન્દુ ધર્મમાં મુહૂર્તનું ખાસ મહત્વ છે. ગ્રહો-નક્ષત્રોની ગણતરીના આધારે કોઈ પણ કાર્ય કરવા માટે આ યોગ્ય સમય છે કે નહીં, તે નક્કી કરાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક નક્ષત્રો એવા હોય છે કે, તે સમયે કરેલા કોઈ પણ કાર્ય શુભ મનાય છે. અમુક નક્ષત્રો એવા હોય છે કે તેમાં કોઈ પણ કાર્ય કરવા અશુભ હોય છે. ધનિષ્ટા, શતભીષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એવા જ નક્ષત્ર છે. ધનિષ્ટાના આરંભથી લઈને રેવતી નક્ષત્રના અંત સુધીના સમયને પંચક કહેવાય છે.
રોગ પંચક:
જે પંચક રવિવારે શરૂ થાય છે તેને રોગ પંચક કહેવાય છે. તેનો એવો પ્રભાવ હોય છે કે વ્યક્તિ પાંચ દિવસ સુધી રોગ અને શારીરિક-માનસિક તકલીફોથી ઘેરાયેલો રહે છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરાતા નથી.
રાજ પંચક:
જે પંચક સોમવારે શરૂ થાય છે તેને રાજ પંચક કહેવાય છે. આ પંચકને શુભ મનાય છે. આ પંચકના પ્રભાવથી વ્યક્તિને સરકારી કામોમાં સફળતા મળે છે. સંપતિથી જોડાયેલા દરેક કામો માટે આ સમય શુભ મનાય આવે છે.
અગ્નિ પંચક:
જે પંચક મંગળવારથી શરૂ થાય છે તેને અગ્નિ પંચક કહેવાય છે. આ સમય દરમ્યાન કોર્ટ-કચેરી તેમજ વિવાદ સબંધી કોઇ પણ કાર્યો કરાય છે. આ પંચક અશુભ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ નિર્માણ સબંધી અને ઓજાર કે મશીનરી સબંધી કાર્યો ના કરવા જોઈએ, તેને અશુભ મનાય આવે છે. આ જ નિયમ ગુરુવાર પંચકને પણ લાગુ પડે છે.
મૃત્યુ પંચક:
જે પંચક શુક્રવારે શરૂ થાય છે તેને ચોર પંચક કહેવાય છે. આ પંચકમાં યાત્રા કરવાની મનાઈ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની લેણ -દેણ, વેપાર તેમજ કોઈ પણ પ્રકારના સોદા કરવા જોઈએ નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)