Mehsana: કડી PI, PSI સહિત 3 કોન્સ્ટેબલને કેમ કરવામાં આવ્યા સસ્પેન્ડ ? જાણો
કડી વિસ્તારમાં જુગાર જેવી પ્રવૃત્તિ નહીં રોકી શકવા બદલ આ કાર્યવાહી કરાઈ છે.
Mehsana News: કડી વિસ્તારમાં જુગારધામ પકડાવા મુદ્દે એસપી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આઈજીના હુકમના પગલે પીઆઈ એન આર પટેલ અને પીએસઆઈ બી પી મકવાણા, કોન્સ્ટેબલ નીતિન, મહેશજી અને મકસુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડી વિસ્તારમાં એસએમસી અને વિજિલન્સ દ્વારા જુગારધામ પર રેઇજ કરવામાં આવી હતી. જુગાર જેવી પ્રવૃત્તિ નહીં રોકી શકવા બદલ આ કાર્યવાહી કરાઈ છે.
કડી પોલીસે રંગપુરડા સીમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની બાજુમાંથી 5 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમજ નંદાસણ પોલીસે માથાસુર ગામે ખુલ્લામાં જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન હદમાં આવતા કણઝરી ગામની અંદર ઘરની પાસે પાર્ક કરેલા પલ્સર બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાવા પામી હતી.
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન તેઓ માથાસુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, માથાસુર ગામે આવેલા વાઘરીવાસની બાજુમાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. નંદાસણ પોલીસે કોર્નર કરીને જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
નંદાસણ પોલીસે શનિવારે બાતમીના આધારે માથાસુર ગામે જુગાર રમતા રોહન નાળિયા (રહે.નંદાસણ, કડી) ગૌતમ રાવળ (રહે.માથાસુર, કડી) અકબર અલી સૈયદ (રહે.નંદાસણ, કડી) તુલસીભાઈ દંતાણી (રહે.માથાસુર, કડી) આકાશભાઈ રાવળ (રહે.માથાસુર, કડી)ને ઝડપી પાડી રૂપિયા 4750નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન થોળ રોડ ઉપર આવેલી અંબુજા કંપની પાસે પહોંચતા પોલીસને બાદમી મળી હતી કેસ કુંવરજી ઠાકોર (રહે.રાજીવનગર, કડી)વાળો રંગપુરડા પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર આવેલા પાવર હાઉસની બાજુમાં બહારથી માણસો બોલાવીને ગેરકાયદેસર રીતે જુગાર રમી અને રમાડી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં દોડમદોડ મચી જવા પામી હતી. જ્યારે પોલીસે જુગાર રમતા 5 ઇસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા
રંગપુરડા ગામની સીમા પસાર થતી નર્મદા કેનાલ પર આવેલા પાવર હાઉસની બાજુમાં જુગાર રમતા કુંવરજી ઠાકોર (રહે.રાજીવનગર, કડી) ભરત સલાટ (રહે.પઠાણની ચાલી, કડી) ચિરાગ નાયક (રહે.શોભાસણ, દેત્રોજ) વિશાલ રાવળ (રહે.દશામાના મંદિર, કડી) નિકુલ ઉર્ફે બંટી પ્રજાપતિ (રહે.રાજીવનગર, કડી)ને ઝડપી પાડ્યા હતા. તેમ જ પોલીસે રૂપિયા 16900નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો દાખલ કર્યો હતો.