(Source: ECI/ABP News/ABP Majha)
Virus Alert:કોરોના સંક્રમણથી વધુ જીવલેણ છે આ વાયરસ ઇન્ફેકશન, આ રાજ્યોને કરાયા એલર્ટ, જાણો પ્રારંભિક લક્ષણો
કેરળ સરહદને અડીને આવેલા કર્ણાટકના જિલ્લાઓમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છ કેસ નોંધાયા છે
Virus Alert:કેરળમાં નિપાહ વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વધુ એક કેસ મળ્યા બાદ, રાજ્યમાં આ સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે જ્યારે વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળ સરહદને અડીને આવેલા કર્ણાટકના જિલ્લાઓમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છ કેસ નોંધાયા છે જેમાં બેના મોત થયા છે. બીજી તરફ, ચેપગ્રસ્ત લોકોના ગામોને ક્વોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા બે લોકોના સંપર્કમાં આવેલા 15 લોકોને હાઈ રિસ્ક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. તેમના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. ચેપગ્રસ્તના સંપર્કમાં આવેલા અંદાજે 950 લોકોમાંથી 225 લોકોને પણ ઉચ્ચ જોખમની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ કોન્ટેક્ટ લિસ્ટમાં 287 હેલ્થ વર્કર પણ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાજ્યની ટીમો દ્વારા મોકલવામાં આવેલી ટીમ હવે ગ્રાઉન્ડ પર ઉતરીને , પરીક્ષણ અને નમૂનાઓ એકત્રિત કરી રહી છે. ડૉ. માલા છાબરાના નેતૃત્વમાં કેન્દ્રીય ટીમ રાજ્યની મદદ માટે અહીં પહોંચી છે. કેન્દ્ર અને ICMR-NIV એ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ માટે કોઝિકોડ ખાતે ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. આ ટીમને બાયોસેફ્ટી લેવલ 3 (BSL-3) સાથે મોબાઇલ યુનિટ સાથે મોકલવામાં આવી છે.
#WATCH | Nipah virus | DG ICMR Dr. Rajiv Bahl says, "...To my understanding, most of the cases have been contacts of one index patient so far..." pic.twitter.com/LbGTAwowZ4
— ANI (@ANI) September 15, 2023
કર્ણાટકના ચાર જિલ્લામાં પણ એલર્ટ
કેરળમાં નિપાહ વાયરસને જોતા કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગર અને મૈસૂરમાં એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓ કેરળ સરહદને અડીને આવેલા છે.
આ લક્ષણો દેખાય તો સાવધાન
નિપાહ વાયરસના શરૂઆતના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા શામેલ છે. જો સ્થિતિ વધુ વણશે તો એટલે કે ગંભીર લક્ષણોની વાત કરીએ તો ઉલ્ટી, પેટમાં દુખાવો, અને દર્દી કોમામાં પણ જઇ શકે છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, નિપાહથી મરનારા લોકોની સંખ્યા 40 થી 75 ટકાની વચ્ચે છે.
આ પણ વાંચો
અમદાવાદની આ 26 હોસ્પિટલોએ PMJAY યોજના અંતર્ગત દર્દીઓને લૂંટ્યા, સરકારે દંડ ફટકારી માન્યો સંતોષ
NavIC: દેશી GPS માટે થઇ જાવ તૈયાર, હવે તમામ ફોનમાં આવશે ISROનું આ સોફ્ટવેર