શોધખોળ કરો

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં એક નહિં બે નહિં ત્રણ ટ્રેનનો ભંયકર અકસ્માત, જાણો કેવી રીતે ઘટી ભયંકર દુર્ઘટના

ઓડિશાના બાલાસોરમાં એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ... યશવંતથી હાવડા સુધીની દુરંતો એક્સપ્રેસ બે હાઈપ્રોફાઈલ ટ્રેન અને એક લગેડ ટ્રેન છે.

Coromandel Express Derail: ઓડિશાના બાલાસોરમાં એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ... યશવંતથી હાવડા સુધીની દુરંતો એક્સપ્રેસ બે હાઈપ્રોફાઈલ ટ્રેન અને એક લગેજ ટ્રેન છે.

શુક્રવારે (2 જૂન) સાંજે ઓડિશાના બાલાસોરમાં એક દર્દનાક ટ્રેન દુર્ઘટના બાદ, 233 લોકોએ જીવ ગુમાવ્યા અને 900 થી વધુ લોકો ઘાયલ થયા. આ સાથે ઓડિશા સરકારે શનિવારે તમામ કાર્યક્રમો રદ કરીને 1 દિવસના રાજકીય  શોકના  આદેશ આપ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે.

કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના કેવી રીતે થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ મોડી રાત્રે ઓડિશા સરકારે સ્પષ્ટતા કરી હતી કે એક જ જગ્યાએ ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને ક્રેશ થઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

ત્રણ ટ્રેન એકસાથે કેવી રીતે ટકરાઈ?

2 જૂનની સાંજે, જ્યારે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાવડા તરફ જઈ રહી હતી, તે દરમિયાન ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને પલટી  ગયા હતા. બીજી તરફ શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પણ સામેથી આવતી માલગાડીના ડબ્બા સાથે અથડાઈ ગયા હતા અને આ ગમખ્વાર  અકસ્માત બાલાસોર જિલ્લાના બહાના બજાર સ્ટેશન પાસે થયો હતો.

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 233 પર પહોંચી ગયા બાદ અહીં રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલોમાં  પણ મોટી સંખ્યામાં ઘાયલો દાખલ  છે. બીજી તરફ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. આથી સમગ્ર રાજ્યમાં 3 જૂને કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં.

ઓડિશાના બાલાસોરમાં, શુક્રવારે સાંજે જિલ્લાના બહનાગા રેલ્વે સ્ટેશન નજીક શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઘટનાસ્થળે છ સભ્યોની ટીમ મોકલી રહી છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વ્યક્તિગત રીતે મુખ્ય સચિવ એચકે દ્વિવેદીને અકસ્માત સ્થળ પર એક ટીમ મોકલવા અને મુસાફરી કરી રહેલા પશ્ચિમ બંગાળના લોકોને મદદ કરવા નિર્દેશ આપ્યા છે.

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget