લોકસભાની ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી બઢતીના આદેશ, પોસ્ટિંગને લઇને મોટી ફેરબદલ, જુઓ યાદી
લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગે આઇપીએસ અધિકારીઓના બદલી બઢતીના 35 ઓર્ડર જાહેર કર્યાં છે.
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના 35 ઓર્ડર કર્યો છે. જેમાં અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર બનાાયા છે. નરસિમ્હા કોમર વડોદરાના નવા પોલીસ કમિશનર બનાવાયાયા છે. પ્રેમવીરસિંહ સુરત રેન્જના આઈજી, તો ચૈતન્ય માંડલીકનું પોસ્ટિંગ બાકી છે. જે.આર.મોથલિયા અમદાવાદ રેન્જના આઈજી,ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ આઈજી, ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા છે.
ઉલ્લેખનિ છે કે, હસમુખ પટેલ સહિત 20 IPSને પ્રમોશન આપવામાં આવ્યું છે. જી.એસ.મલેકને ડીજી તરીકે બઢતી કરાઇ છે. ADGP એવા ચાર IPSની DG તરીકે બઢતી કરી છે. નરસિમ્હા કોમર વડોદરા સીપી તરીકે ચાર્જ લેશે. ચૈતન્ય માંડલિક સહિતના અધિકારીઓનું સત્વરે થશે પોસ્ટિંગ થશે. ટૂંક સમયમાં પોસ્ટિંગ અને બદલીઓના વધુ ઓર્ડર ઇસ્યુ થશે. ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય એસપી,આર.વી.અસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન થયું છે. આર.વી.અસારીનું DIGથી આઈજી તરીકે પ્રમોશન થયું છે. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન,ડૉ.કે.એલ.એન.રાવનું DGP તરીકે પ્રમોશન, તો સુનિલ જોશીનું DIG તરીકે પ્રમોશન થયુ છે. તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા છે. શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના DCP બન્યા છે. ગૌરવ જસાણીને આણંદના SP બનાવાયા છે. મહેન્દ્ર બગરીયાનું DIG તરીકે પ્રમોશન થયું છે. દિપક મેઘાણીનું DIG તરીકે પ્રમોશન થયું છે. લીના પાટીલનું DIG તરીકે પ્રમોશન થયું છે. સ્વેતા શ્રીમાળીનું પણ DIG તરીકે પ્રમોશન થયું છે. નિર્લિપ્ત રાયનું DIG તરીકે અને કે.એન.ડામોરનું DIG તરીકે પ્રમોશન થયું છે. એસ.જી.ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન થયું છે. નિલેશ જાજડીયાનું IGP તરીકે પ્રમોશન થું છે. બિપીન આહિર, શરદ સિંઘલ અને પી.એલ.મલનું IGP તરીકે પ્રમોશન થયું છે .