શોધખોળ કરો
Advertisement
અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનમાં આ મુસ્લિમ કાર્યકરને મળ્યું નિમંત્રણ, શું સેવા કરે છે એ જાણશો તો રહી જશો દંગ
ગઈ કાલે પત્રકાર પરીષદ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, લાવારિસ લાશોનું અંતિમસંસ્કાર કરનારા પદ્મશ્રી મોહમદ શરીફને પણ આમંત્રણ અપાઈ ચૂક્યું છે.
નવી દિલ્લીઃ અયોધ્યામાં આવતી કાલે પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા માટે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગઈ કાલે પત્રકાર પરીષદ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, લાવારિસ લાશોનું અંતિમસંસ્કાર કરનારા પદ્મશ્રી મોહમદ શરીફને પણ આમંત્રણ અપાઈ ચૂક્યું છે. જોકે, તેમને આજે એટલે કે, ચોથી ઓગસ્ટે લગભગ પોણા અગિયાર વાગ્યે ઇન્વિટેશન કાર્ડ મોકલાયું.
મોહમદ શરીફે જણાવ્યું હતું કે, આજે ઇન્વિટેશન મળ્યું છે. જોકે, તબિયત બરોબર નથી. જોઉં છું કે, કાર્યક્રમમાં જઈ શકું છું કે નહીં. રામ મંદિરના નિર્માણ પર બોલતા તેમને કહ્યું કે, તેમને કોઈ વાંધો નથી. ભલે મંદિર હોય કે મસ્જિદ, છે તો ઇબાદત ઘર જ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ક્રાઇમ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion