Pakistanના બલૂચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકતાં 39 મુસાફરોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનના લાસબેલામાં રવિવારે સવારે એક બસ ખીણમાં પડતાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે બસ પુલના થાંભલા સાથે અથડાઈ હતી.
Big accident in Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનના લાસબેલામાં એક પેસેન્જર બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે પાકિસ્તાની મીડિયાને આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે લગભગ 48 મુસાફરોને લઈને વાહન ક્વેટાથી કરાચી જઈ રહ્યું હતું. લાસબેલા પાસે યુ-ટર્ન લેતી વખતે વધુ સ્પીડના કારણે બસ બ્રિજના પિલર સાથે અથડાઇ હતી.ત્યારબાદ બસ ખીણમાં ખાબકી હતી અને આગ લાગી હતી.
અકસ્માતમાં 39 લોકોના મોત
અંજુમે જણાવ્યું કે એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જોકે, તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ દરમિયાન ઈધી ફાઉન્ડેશનના સાદ ઈધીએ પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે, દુર્ઘટના સ્થળ પરથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Iran: ઈરાનના ઈસ્ફહાન શહેરમાં ડ્રોન હુમલો, સૈન્ય સ્થળને બનાવ્યું નિશાન
Drone Attack in Iran: ઈરાનના મધ્ય શહેર ઈસ્ફહાનમાં ડ્રોન હુમલાની ઘટના બની છે. લશ્કરી પ્લાન્ટમાં જોરદાર ધડાકો સંભળાયો હતો. જો કે ઈરાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે નિષ્ફળ ડ્રોન હુમલો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈરાની સ્ટેટ બ્રોડકાસ્ટર આઈઆરઆઈબીએ રવિવારે (29 જાન્યુઆરી) સવારે તેની વેબસાઈટ પર હુમલા અંગે આ માહિતી આપી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે (28 જાન્યુઆરી) ઇસ્ફહાનમાં દેશના સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા સૈન્ય સ્થળ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
ઈરાનમાં ડ્રોન હુમલો
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 11.30 વાગ્યે, સંરક્ષણ મંત્રાલયના વર્કશોપ પરિસરમાંથી એક પર ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો. ઈરાની સંરક્ષણ પ્રણાલીએ પણ ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક અસફળ હુમલો હતો અને તેમાં કોઈનું મોત થયું નથી જો કે વર્કશોપની છતને માત્ર મામૂલી નુકસાન થયું છે.
ડ્રોન હુમલામાં કેટલું નુકસાન થયું?
ઈરાનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાથી સૈન્ય સુવિધાના સંચાલનમાં અવરોધ નથી આવ્યો કે તેના સાધનોને નુકસાન થયું નથી. ઈરાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઈસ્ફહાનમાં તેની દારૂગોળાની ઉત્પાદન સુવિધાને ત્રણ નાના ડ્રોન (MAV) દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જેમાંથી એકને હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અને બે અન્યને તોડી પાડ્યા હતા. તે પણ હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં ફસાઈ જતાં વિસ્ફોટ થયો હતો.