પાકિસ્તાનની નાપાક કરતૂત, શ્રીનગર-શારજાહ ફ્લાઇટને તેમના એરસ્પેસથી ઉડાન પર લગાવી રોક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયન શ્રીનગરથી શારજાહ ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ ફ્લાઇડ ગો ફર્સ્ટે શરૂ કરી હતી
Pakistan Air Space: આતંકીઓને આશ્રય સ્થાન આપનારું પાકિસ્તાન ભારત અને કાશ્મીરો સામે નવા નવા પેંતરા અજમવી રહ્યું છે. ફરી એકવત પાકિસ્તાને ભારત સામે નવી ચાલ ચાલી છે. પાકિસ્તાને ગો ફર્સ્ટની શ્રીનગર-શારજાહ ફ્લાઈટને તેમના એરસ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ આને દુર્ભાગ્.યપૂર્ણ ગણાવ્યું છે..
સમાચાર એજન્સી એએનઆઈને એક સૂત્રએ જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનના આ ફેંસલા પર ચિંતા વ્યક્ત કરી છે. સંબંધિત મંત્રાલયો પાસેથી આ અંગે જાણકારી માંગવામાં આવી છે. હાલ MoCA, MEA, MHA આ મામલો જોઈ રહ્યા છે.
ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું
પાકિસ્તાનના આ ફેંસલાને લઈ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યુ છે. તેમણે કહ્યું, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, વર્ષ 2009-10માં પણ શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે પાકિસ્તાને આવું જ કર્યુ હતું. મને આશા હતી કે ગો ફર્સ્ટ એરની ફ્લાઇટને એરસ્પેસની મંજૂરી આપવાથી સંબંધોમાં સુધારો આવી શકે છે પરંતુ અફસોસ છે કે આમ ન થઈ શક્યું.
અમતિ શાહે બતાવી હતી લીલી ઝંડી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર પ્રવાસ દરમિયન શ્રીનગરથી શારજાહ ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ ફ્લાઇડ ગો ફર્સ્ટે શરૂ કરી હતી. ગો ફર્સ્ટ શ્રીનગર અને શારજાહ વચ્ચે સપ્તાહમાં ચાર ફ્લાઇટનું સંચાલન કરે છે.
Pakistan has refused its airspace use to Go First's Srinagar-Sharjah flight. It has raised concerns over the use of their airspace. Matter reported to the concerned ministries; MoCA, MEA & MHA looking into it: Government source to ANI
— ANI (@ANI) November 3, 2021