PM Modi Speech: લોકસભામાં મણિપુર હિંસા વિશે PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
મણિપુર હિંસા પર વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો. તમણે વિપક્ષ પર વાર કરતા કહ્યું કે, તેમની સંવેદનના માત્ર સિલેક્ટિવ છે
PM Modi Speech:મણિપુર હિંસા પર વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો. તમણે વિપક્ષ પર વાર કરતા કહ્યું કે, તેમની સંવેદનના માત્ર સિલેક્ટિવ છે
મણિપુર હિંસા પર વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્.યું કે, દેશ મણિપુરની સાથે છે. ત્યા ફરી શાંતિનો સૂરજ ઉગશે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય પૂર્વોત્તરની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કર્યો નથી. મેં 50 વખત (ઉત્તરપૂર્વ) મુલાકાત લીધી છે. તે માત્ર ડેટા નથી, તે પૂર્વોત્તરનું સમર્પણ છે. મણિપુરમાં કોની સરકાર હતી જ્યારે બધું ઉગ્રવાદી સંગઠનોની ઈચ્છા મુજબ થતું હતું? મણિપુરમાં કોની સરકાર હતી જ્યારે સરકારી કચેરીઓમાં મહાત્મા ગાંધીના ચિત્રને મંજૂરી ન હતી ત્યારે શાળાઓમાં રાષ્ટ્રગીતને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? વિપક્ષ રાજનીતિથી આગળ વિચારી શકતો નથી.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું શાસન પૂર્વોત્તરમાં તમામ સમસ્યાઓનું મૂળ છે. પૂર્વ પીએમ નેહરુએ સુનિશ્ચિત કર્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં કોઈ વિકાસ ન થાય. પૂર્વોતર અમારા માટે જિગરનો ટુકડો છે. મણિપુર માટે વિપક્ષની પીડા અને સહાનુભૂતિ પસંદગીયુક્ત છે.પીએમ મોદીએ કહ્યું કે, અમે સાથે મળીને મણિપુર પર ઉકેલ શોધીશું. તેણે કહ્યું કે કેટલાક લોકોને શું થયું છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ દેશને તોડવાનો રહ્યો છે. કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ પર હુમલો કરાવ્યો, અકાલ તખ્ત પર પણ હુમલો કર્યો. આ હુમલો ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે.
પીએમ મોદી જ્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્.યા હતા ત્યાર પીએમ મોદીએ સંબોધનના બહુ લાંબા સમય સુધી મણિપુર હિંસાનો ઉચ્ચાર ન કરતા વિપક્ષ નારાજ થયું હતું અને ચાલુ સંબોધનમાં વોકઆઉટ કર્યું હતં.ુ જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, વિપક્ષની જ પ્રકૃતિ છે તે જૂઠાણ ફેલાવે છે અને બાદ સત્ય સાંભળવાની હિંમત નથી રાખતા. લોકસભામાં મણિપુર હિંસા વિશે વાત કરતા તેમણે વિપક્ષી સંગઠન ઇન્ડિયા પર પણ આકરા પ્રહાર કર્યાં હતા અને કહ્યું હતું કે, .યૂપીએનો ક્યારે ક્રિયાકર્મ કરી નાખ્યો ખબર જ ન પડી. હું અંતિમ સંસ્કાર પર સંવેદના વ્યક્ત કરવામાં લેઇટ છું પરંતુ તેના મારે હુ કસુરવાર નથી એ લોકો ઇન્ડિયાના ગઠબંધનના જશ્નમાં મસ્ત હતા.