Heeraben Modi Health : PM મોદીના માતા હીરાબાની તબિયતમાં સતત સુધારો, 2 દિવસમાં હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ
PM Modi Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

Background
PM Modi Mother: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને યુ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હોય છે.
નોંધનીય છે કે, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વધુ એક બેઠક યોજી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ઋશિકેષ પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રીની સૂચક બેઠક ને લઈ સત્તાવાર કોઈ માહિતી નથી અપાઈ. કેબિનેટ બેઠક બાદ સિનિયર મંત્રીઓ સાથે સીએમની સૂચક બેઠક યોજાઈ હતી
હીરાબાની તબિયતમાં સતત સુધારો
પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સતત સુધારો થઇ રહ્યો છે. 6 તબીબની ટીમ ખડેપગે છે. 2 દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
હીરાબાની નાતંદુરસ્ત તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા
મહેસાણાઃ હીરાબાની નાતંદુરસ્ત તબિયતને લઈ વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ. હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી. હીરાબાના દીર્ઘ આયુષ્ય ને લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરવામાં આવ્યો.





















