Amit Shah: 'ગુજરાતની જીતથી 2024ની લોકસભા ચૂંટણી પર સકારાત્મક અસર પડશે, સાથે જ બદલશે સંપૂર્ણ રાજકીય તસવીર', ગૃહમંત્રી શાહનો દાવો
Gujarat Victory: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AmitShah)એ કહ્યું કે ગુજરાતમાં મળેલ જીતએ દેશભરના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ, પ્રેરણા અને ઉર્જા ભરી દીધી છે.
Gujarat Victory: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AmitShah)એ કહ્યું કે ગુજરાતમાં મળેલ જીતએ દેશભરના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ, પ્રેરણા અને ઉર્જા ભરી દીધી છે.
Lok Sabha Polls 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુજબ, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતની સકારાત્મક અસર આવનાર લોકસભાની ચૂંટણી પર પડશે. તેઓ કહે છે કે તાજેતરમાં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતને મળેલી મોટી જીત સમગ્ર રાજનીતિક તસવીર બદલી નાખશે. તેમને ભરોસો છે કે ગુજરાતની જીતથી લોકસભા ચૂંટણીમાં સકારાત્મક અસર પડશે.
ગૃહમંત્રી અમિત શાહએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPને મળેલ પ્રચંડ જીતને યાદ કરતા કહ્યું કે, પક્ષએ પોતાનો અને રાજ્યનો રેકોર્ડ તોડી અત્યાર સુધીની સૌથી વધુ સીટો મેળવી. ગુજરાતને BJPનું ગઢ મનાય છે, જે ચૂંટણીના પરિણામ પછી સાબિત પણ થઇ ગયું.
"ગુજરાત BJPનો ગઢ"
રવિવારે સુરતમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહમંત્રીએ આ સંબોધન ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી કર્યું હતું. તેમણે કહ્યું " ગુજરાતની ચૂંટણીમાં ઘણા નવા પક્ષો આવ્યા, તેઓએ અલગ અલગ દાવાઓ કર્યા સાથે જ ગેરંટીની વાત પણ કરી, પરંતુ પરિણામ બાદ બધું જ સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતના પરિણામ બાદ એ સ્પષ્ટ થઇ ગયું કે અહીંના લોકો વડાપ્રધાન મોદી અને BJPનું સ્વાગત કરવા તૈયાર હતા. આ જીતએ દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત હંમેશાંથી જ BJPનો ગઢ હતો અને રહેશે".
આખરે શું બોલ્યા ગૃહમંત્રી વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા પર?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AmitShah)એ કહ્યું કે ગુજરાતમાં મળેલ જીતએ દેશભરના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ, પ્રેરણા અને ઉર્જા ભરી દીધી છે. 2022ની વિધાનસભાની રેકોર્ડ બ્રેક જીતનું શ્રેય બૂથ લેવલ કમિટીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીના બધા જ કાર્યકર્તાઓને ફાળે છે. તેમણે એ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીની જબરજસ્ત લોકપ્રિયતા છે, માટે જ લોકસભામાં પણ ગુજરાતને બે વખત 26 માંથી 26 બેઠકો પર જીત મળેલ છે.
અમિત શાહએ દાવો કર્યો કે "BJPએ પોતાના કાર્યકાળમાં અત્યાર સુધીના એક પણ ગોટાળાઓ કર્યા નથી, તેણે એક પ્રામાણિક અને સમર્પિત સરકારનું ઉદાહરણ છે. આવનાર 5 વર્ષ સુધી બધાએ જ વડાપ્રધાન મોદીના સંદેશ અને જાહેર કલ્યાણની યોજનાઓને લોકો સુધી કઈ રીતે પહોચાડીશું એ જોવાનું છે. BJPની જવાબદારીઓ વધી ગઈ છે, સાથે જ લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની છે."