Monsoon Session: TMCનાં મહિલા સાંસદે લોકસભામાં શા માટે ખાધું 'કાચું રિંગણ', જાણો મોદી સરકારને શું કહ્યું...
દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે આ વખતના ચોમાસું સત્રમાં (Monsoon Session) દરરોજ વિરોધ જોવા મળી રહ્યો છે.
![Monsoon Session: TMCનાં મહિલા સાંસદે લોકસભામાં શા માટે ખાધું 'કાચું રિંગણ', જાણો મોદી સરકારને શું કહ્યું... TMC MP Kakoli Ghosh Eaten Brinjal In Loksabha Oppose Of Inflation Monsoon Session: TMCનાં મહિલા સાંસદે લોકસભામાં શા માટે ખાધું 'કાચું રિંગણ', જાણો મોદી સરકારને શું કહ્યું...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/01/31a945454cf2492704110451e7e680211659350199_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TMC MP Kakoli Ghosh: દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે આ વખતના ચોમાસું સત્રમાં (Monsoon Session) દરરોજ વિરોધ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે સંસદમાં તૃણમૂલ કોંગ્રેસનાં (TMC) સાંસદ સભ્ય કાકોલી ઘોષ દસ્તીદારે (Kakoli Ghosh Dastidar) મોંઘવારીનો વિરોધ કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો હતો.
ચાલુ ગૃહમાં રિંગણ ખાધુંઃ
કાકોલી ઘોષ દસ્તીદારે આજે ગૃહમાં ભાષણ દરમિયાન કાચું રિંગણ ખાઈને નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે, દેશમાં ગેસ સિલિન્ડરનો (LPG Cylinder) ભાવ એટલે વધી ગયો છે કે, શાકને રાંધીને ખાવું મુશ્કેલ બની ગયું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારમાં એલપીજી સિલિન્ડરનો ભાવ એટલો વદી ગયો છે કે, શાકભાજી કાચી જ ખાવી પડી રહી છે. જો કે, કાકોલી ઘોષ દસ્તીદારે રિંગણ ખાધું નહોતું પરંતુ દાંતથી કાપીને બતાવ્યું હતું કે, આ શાક હું કાચું ખાવાની વાત કરી રહી છું કારણ કે, એલપીજી સિલિન્ડરનો ભાવ 4 વખત વધ્યો છે.
આ સરકારના નેતાએ કર્યો હતો વિરોધઃ કાકોલી ઘોષ
કાકોલી ઘોષે પોતાની વાત મુકતાં કહ્યું કે આજના સમયમાં ગરીબ અને મજબૂર લોકો કઈ રીતે આટલો મોંઘો સિલિન્ડ ખરીદી શકે. તેમણે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, આ જે કાચું ખાવાની આદત પાડવાનું ઈચ્છી રહ્યા છે તેને બંધ કરવું જોઈશે. કાકોલી ઘોષે વધુમાં કહ્યું કે, એક જમાનામાં સિલિન્ડરનો ભાવ જ્યારે વધારવામાં આવ્યો હતો. ત્યારે આજ સરકારના એક નેતાએ ખાલી સિલિન્ડર સંસદ ભવનમાં લાવ્યો હતો અને સિલિન્ડરના વધતા ભાવનો વિરોધ કર્યો હતો. પરંતુ આજે જો કોઈ વિરોધ કરે છે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Lumpy virus: લ્યો ! હવે ગાયના મોતના આંકડા છૂપાવવાનું કૌભાંડ, માલધારી બહેનોની આંખમાં આવ્યા આંસુ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)