શોધખોળ કરો

Rajasthan Exit Poll 2023: રાજસ્થાનમાં રાજ બદલશે કે રિવાજ, જાણો કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલનું અનુમાન

રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થયું હતું, જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. પરિણામો પહેલા એબીપી સીવોટરના એક્ઝિટ પોલ પરથી જાણીએ કોની સરકાર બનશે

Rajasthan Exit Poll 2023:રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થયું હતું, જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. પરિણામો પહેલા એબીપી સીવોટરના એક્ઝિટ પોલ પરથી જાણીએ કોની સરકાર બનશે

25મી નવેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારો અને રાજકીય પક્ષોના ભાવિનો નિર્ણય EVM એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કેદ થઇ ગયો હતો. આ સાથે રાજસ્થાનમાં આગામી સરકાર કોણ બનાવશે તેનું રહસ્ય પણ ઈવીએમના બોક્સની અંદર કેદ છે. આ બંને સવાલોના જવાબ 3 ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે જાણવા મળશે. જો કે, મતદાન બાદ રાજ્યમાં કોનો પવન ફૂંકાઈ રહ્યો છે અને કોને કેટલી બેઠકો મળવાની અપેક્ષા છે તે જાણવા માટે તમે એક્ઝિટ પોલની મદદ લઈ શકો છો અને સૌથી પહેલા એબીપી સીવોટર તમારી સામે એક્ઝિટ પોલ લાવી રહ્યું છે.

ABP CVoter ના એક્ઝિટ પોલમાં તમને તમારા તમામ સવાલોના જવાબ મળશે, શું રાજસ્થાનમાં સત્તા પરિવર્તનનો રિવાજ બદલાશે? કોણ બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી? સચિન પાયલોટ કે અશોક ગેહલોત, જનતાની પહેલી પસંદ કોણ? શું વસુંધરા રાજે ફરીથી BJPના સીએમ પદના ઉમેદવાર બનશે? આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે, ABP સાથે જોડાયેલા રહો. તમને તમારા બધા પ્રશ્નોના જવાબો અહીં ABP CVoter ના એક્ઝિટ પોલમાં મળશે.

રાજસ્થાનમાં ભાજપ આગળ છે

એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપને 100-110 અને કોંગ્રેસને 90-100 બેઠકો મળી શકે છે. બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર છે, પરંતુ ભાજપની જીત થતી જોવા મળી રહી છે.

જાણો રાજસ્થાન ચૂંટણીનું ગણિત આંકડાઓમાં

આ વખતે રાજસ્થાનમાં બમ્પર મતદાન થયું હતું. 25મી નવેમ્બરે મતદાનના દિવસે મતદાનના અનેક રેકોર્ડ તૂટ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે 199 બેઠકો પર કુલ 74.62 ટકા મતદાન થયું, જેણે મતદાનના જૂના રેકોર્ડ તોડી નાખ્યા. રાજસ્થાનમાં વિવિધ પક્ષો અને અપક્ષો સહિત કુલ 1863 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવ્યું છેય રહ્યા હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાનમાં 200માંથી માત્ર 199 બેઠકો પર જ મતદાન કેમ?

રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે, પરંતુ મતદાન માત્ર 199 પર થયું હતું. કારણ કે મતદાન પહેલા જ કરણપુરના ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુરદીપ સિંહ કુન્નરનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં આ બેઠક પરનું મતદાન રદ કરવામાં આવ્યું હતું અને હવે અહીં પેટાચૂંટણી યોજાશે. હાલમાં રાજ્યમાં માત્ર 199 બેઠકો પર જ મતદાન થયું છે, તેથી મતગણતરી પણ આ 199 બેઠકો પર જ થશે.

આ પક્ષો કોંગ્રેસ-ભાજપનો ખેલ બગાડશે?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. પરંતુ અન્ય ઘણા પક્ષો પણ આ બંને પક્ષો પાસેથી સત્તાની ચાવી છીનવી લેવાના પ્રયાસમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજસ્થાનમાં હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટીની મદદથી વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી નવી શક્યતાઓ શોધી રહી છે. રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીનો પણ સારો રેકોર્ડ છે અને ઘણી બેઠકો પર બસપાના ઉમેદવારો મુખ્ય પક્ષોની રમત બગાડવાની ભૂમિકા ભજવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget