શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થયો, એક જ દિવસમાં 25 દર્દીઓના કોરોનાથી થયા મોત? જાણો
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં રાજકોટ જિલ્લા અને અન્ય જિલ્લાના વધુ 25 દર્દીનાં મોત નિપજ્યાં હતાં જેને લઈને ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં રાજકોટ જિલ્લા અને અન્ય જિલ્લાના વધુ 25 દર્દીનાં મોત નિપજ્યાં હતાં જેને લઈને ખળભળાટ મચી ગયો છે.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં રાજકોટ જિલ્લા, શહેર અને અન્ય જિલ્લાના વધુ 25 દર્દીઓનાં કોરોનાથી મોત નિપજ્યાં છે. જેને લઈને દોડધામ મચી ગઈ હતી. દરરોજ 25થી 30 દર્દીઓનાં મોત થાય છે. સતત વધી રહેલા મૃત્યુઆંકે પ્રશાંસનની ચિતા વધારી દીધી છે.
રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધતા આરોગ્ય સચિવ જયંતિ રવિ ફરી રાજકોટ દોડતા થયા છે. રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડામાં વધારો જોવા મળતા આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા છે. જયંતિ રવિએ સિવિલ મેડિકલ કોલેજમાં બેઠકોનો દોર શરૂ કરી સ્થિતિની સમીક્ષા કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion