(Source: ECI/ABP News/ABP Majha)
16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....
રાજકોટના જસદણમાં વિધર્મી યુવકે 16 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે
રાજકોટઃરાજકોટના જસદણમાં વિધર્મી યુવકે 16 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર રાજકોટના જસદણમાં વિધર્મી યુવકે 16 વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બળાત્કારનો આરોપી 2 સંતાનોના પિતા હોવાનો પણ ખુલાસો થયો હતો. ફરિયાદ બાદ પોલીસે તરત તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ માટે કિસ્સો નોંધાયો છે. સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને પાંચ મિનિટ સુધી હવામાં ઉછાળ્યો હતો અને વારંવાર પલંગમાં પછાડતા બાળકને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતુ.
મળતી જાણકારી અનુસાર, રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના ટ્વીન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણીએ 5 મિનીટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમળી,હવામાં ફંગાળી માર માર્યો હતો. જેના કારણે બાળક બેહોશ થઈ ગયું હતું. આથી કેરટેકરે બાળકના માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થયાનું ખુલ્યું હતું.
જોકે બાદમાં માતાપિતાએ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનીટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મીતેશ પટેલે મોડી રાતે મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે, શ્રધ્ધા દીપ સોસા, સીંગણપોર)ની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસના બે બાળકો ટ્વીન્સ છે અને બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે.
Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ
Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ