શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ગોંડલના આ ગામમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવતા વાતાવરણ તંગ

 Gujarat Assembly Election 2022: ગોંડલ વિધાનસભા જામવાડી ગામે કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો છે. જામવાળી ગામના જયદીપ પારખીયાને માર મારવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે.

 Gujarat Assembly Election 2022: ગોંડલ વિધાનસભા જામવાડી ગામે કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો છે. જામવાળી ગામના જયદીપ પારખીયાને માર મારવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા છે. નોંધનિય છે કે, ગોંડલની બેઠકને સૌથી સંવેદનસીલ માનવામાં આવે છે, અહીં રીબડા જુથ અને ગોંડલના જયરાજસિંહ જાડેજાના જુથ વચ્ચે ઘણા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું  છે. થોડા દિવસ પહેલા રિબડા જુથ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી.

બોટાદમાં કોંગ્રેસના એજન્ટ પર હુમલો થતા ચકચાર

હાલમાં રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં  બોટાદમાં મતદાન સમયે મારામારીના સમાચાર સામે આવ્યા છે. બોટાદના પાટી ગમે કોંગ્રેસના એજન્ટ પર હુમલાના સમાચાર આવતા રાજકારણ ગરમાયું છે.  જગદીશ સવાણી નામની વ્યક્તિ પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે. બનાવના પગલે પોલીસ રવાના થઈ છે.

AAPના અલ્પેશ કથીરીયાએ BJP ઉમેદવાર કુમાર કાનાણીના લીધા આશીર્વાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન થયું છે.  મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. સુરતની વરાછા વિધાનસભા વિસ્તારમાં મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર કુમાર કાનાણી અને આપ ઉમેદવાર અલ્પેશ કથીરીયા આમને સામને આવી ગયા હતા. જે બાદ અલ્પેશ કથીરીયા કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા હતા. કાકા કુમાર કાનાણીએ આશીર્વાદ આપ્યા હતા. કોણ જીતશે તેના જવાબમાં બંને જણાએ જનતા જીતશે તેમ જણાવ્યું હતું

19 જિલ્લાની આ 89 બેઠક પર થઈ રહ્યું છે પ્રથમ તબક્કાનું મતદાન

  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય  જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
  • 13 બેઠક SC, 27 બેઠક ST સહિત કુલ 40 બેઠક અનામત

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. જેમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ ( ST) અનામત રહેશે. ગતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget