શોધખોળ કરો

Rajkot: ખેતરમાં રમતું એક વર્ષનું બાળક અચાનક કુંડીમાં પડી જતા મોત, પરિવાર પર આભ ફાટ્યું

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના વેકરી ગામે સીમમાં એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વેકરી ગામે અકસ્માતે પરપ્રાંતિય બાળક કુંડીમાં પડી જતા મોતને ભેટ્યું છે. ખેડૂત ભાવેશ સોજીત્રાની વાડીએ આ ઘટના ઘટી હતી.

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના વેકરી ગામે સીમમાં એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વેકરી ગામે અકસ્માતે પરપ્રાંતિય બાળક કુંડીમાં પડી જતા મોતને ભેટ્યું છે. ખેડૂત ભાવેશ સોજીત્રાની વાડીએ આ ઘટના ઘટી હતી. બાળકનું નામ રુદ્ર હતું અને તેમના પિતાનું નામ બાલુભાઈ ભાભોર હતું. મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસે અકસ્માતની ઘટનામાં તપાસ હાથ ધરી છે. બાળકના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી સવાઈ છે.

બાવળા હાઇવે પર અકસ્માત

ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ છોટાહાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.

મૃતકના નામ

1. રઈબેન માઘાભાઈ ઝાલા (ઉં.40 સુંઘલા)

2. પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા (ઉં. 30 રહે. સુંઘલા)

3. વિશાલ હિંમતભાઈ ઝાલાૉ (ઉં. 12)

4. અભેસિંગભાઈ સોલંકી (ઉં. 55)

5. જાનકી જેસંગભાઈ સોલંકી(બાળક)

6. વૃશ્ટીકા હિંમતભાઈ ઝાલા,(બાળક રહે. સુંઘલા)

7. કાન્તાબેન જુવાનસિંહ ઝાલા (ઉં. આશરે 45)

8. ગીતાબેન હિંમતભાઈ ઝાલા (ઉં. આશરે 35)

9 શાન્તાબેન અભેસિંગભાઈ સોલંકી (ઉં. 50)

10. લીલાબેન બાલાજી પરમાર (ઉં. આશરે 55)

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દુખ વ્યક્ત કર્યું

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માત થતાં ૧૦ શ્રધ્ધાળુ નાં અવસાન થયાના સમાચાર જાણી ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે જ પ્રાર્થના.... ઓમ શાંતિ....

સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

તો બીજી તરફ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર સામે ઉઠાવ્યા સવાલ

શક્તિ સિંહ ગોહિલે પણ અકસ્માત અંગે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેમણે સરકારને આડે હાથ લીધી છે. તેમણે લખ્યું કે, મોટા દુઃખદ સમાચાર, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદથી રાજકોટ હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે. સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget