શોધખોળ કરો

Rajkot : જૂનાગઢના ભૂવાએ યુવતી સાથે વારંવાર શરીરસુખ માણી બનાવી દીધી ગર્ભવતી, હવે ભૂવો આવ્યો સામે, શું કર્યો મોટો ખુલાસો?

જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીએ જૂનાગઢના ભૂવા સામે 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

રાજકોટઃ જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીએ જૂનાગઢના ભૂવા સામે 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીએ આપઘાત પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂસાઈડ નોટમાં ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ કરાયો છે. ભૂવાએ લગ્ન કરીશ એવું કહી સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ની બનાવી હતી. 

રાજકોટ સુરજ ભુવાજી વિરૂદ્ધ દુષ્કર્મના મામલે હવે સુરજ ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે. ઈન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરાયો છે. વીડિયોમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું. યુવતીની માંગણી ન સંતોષાતા દાખલ કરી છે ખોટી ફરિયાદ. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી. પુરાવા એકત્ર કરી પોલીસ સ્ટેશને સામેથી જઈશ. ત્રણ દિવસ પૂર્વે યુવતીએ રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.

સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાયરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી, પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ,  સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી, પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : યુવકો નોકરી શોધે પણ સરકાર તો નિવૃત્ત શોધે
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું  સંકટ?
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ એક્ટિવ, શું ફરી રાજ્ય પર વાવાઝોડા સાથે માવઠાનું સંકટ?
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
Godhra News: ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ચાર સભ્યો થયા ભડથું, કારણ અકબંધ
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ,  સુસાઈડ  નોટમાં ચોંકાવનારો ખુલાસો
3 દિવસમાં SIRની કામગીરી કરતા 2 શિક્ષકના મૃત્યુ, સુસાઈડ નોટમાં ચોંકાવનારો ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો  ખુલાસો
IND VS SA:ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે શુભમન ગિલનું સ્થાન કોણ લેશે તેનો કર્યો ખુલાસો
Honda Amazeથી લઈને Tata Nexon સુધી, આ છે દેશની સૌથી સસ્તી  Level-2 ADAS કાર, કિંમત ફક્ત 9.15 લાખથી શરુ
Honda Amazeથી લઈને Tata Nexon સુધી, આ છે દેશની સૌથી સસ્તી Level-2 ADAS કાર, કિંમત ફક્ત 9.15 લાખથી શરુ
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી  લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
Mahesana Urban Bank: બેન્કની સામે ફરી એકવાર નોટબંધી જેવી લોકોની લાંબી કતારો, જાણો શું છે કારણ
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! HRA ને લઈ સરકારે આપ્યો આ જવાબ,જાણી લો 
Embed widget