શોધખોળ કરો

Rajkot: હોળીની રાતે પાડોશીએ કરી નાંખી યુવકની છરીના ઘા મારીને હત્યા

શહેરમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું. રાજકોટના ગોકુલધામ આવાસમાં હત્યાની ઘટના બની હતી. પાડોશીએ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

રાજકોટઃ શહેરમાં ફરી એક વખત તહેવારમાં લોહીયાળ ઘટના બની છે. હોળી પર્વ રક્તરંજીત બન્યું હતું. રાજકોટના ગોકુલધામ આવાસમાં હત્યાની ઘટના બની હતી. પાડોશીએ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી. હત્યા સહિતના કારણો જાણવા માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ હત્યાકાંડ પાછળનું કારણ પોલીસ તપાસ પછી સામે આવશે. 

મળતી વિગતો પ્રમાણે, આવાસના ક્વાર્ટરમાંથી યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકનું નામ રમેશ રાઠોડ હોવાનું અને તેની હત્યા બાજુમાં રહેતા અમિત જેન્તી ચૌહાણે કરી હોવાનું જાણવા મળતા આરોપીને સકંજામાં લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આપેલી વિગતો પ્રમાણે, મૃતક એકલો જ રહેતો હતો. પાડોશમાં રહેતા આરોપીએ છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રમેશની હત્યા કરી છે. રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ હત્યાથી આવાસમાં ટોળાં એકઠા થઇ ગયા હતા. સકંજામાં આવેલા આરોપી અમિત ચૌહાણની પૂછપરછ કરી હત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

માધાપરઃ કચ્છના માધાપરના એન.આર.આઈને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે હનીટ્રેપના કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.  મીરઝાપરમાં વડીલ અને યુવતી 15 મિનિટ બંધ રૂમમાં હતા ત્યારે યુવાન ઘૂસી આવ્યો અને વૃદ્ધને છરીની બતાવી 25 લાખ માંગ્યા હતા. વૃદ્ધે આ વિશે પોલીસને જાણ કરતા ફિલ્મી ઢબે હિલ ગાર્ડન પાસે પાંચ લાખ લેવા આવેલા સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો. 

માધાપરના ધનજીભાઈ પિંડોરીયા છેલ્લા 25 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. 70 વર્ષીય ધનજીભાઈ અત્યારે વતન માધાપર આવ્યા છે. એક વર્ષ પહેલા કેન્યામાં રહેતા મિત્રના માધ્યમથી તેમનો સંપર્ક નેહા મરંડ નામની યુવતી સાથે થયો હતો. બંને વોટ્સએપથી વાતો કરતા હતા. દરમિયાન વતન આવતા યુવતીએ તેમને કહ્યુ કે પોતે પણ પણ માધાપર રહેતી હોવાનું કહ્યું હતું. આ પછી બંને વચ્ચે ભુજમાં મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન તેની સાથે મનીષા મારવાડા નામની યુવતી પણ આવી હતી. નેહાએ વૃદ્ધને જણાવ્યુ હતું કે, મનીષાની માતા બીમાર છે. તેથી ધનજીભાઈએ મનીષાને 10 હજાર રૂપિયાની મદદ કરી હતી. આ પછી મુલાકાતો વધતી ગઈ હતી.

એક દિવસ ધનજીભાઈ કાર લઈને મિરજાપર આવતાં નેહા અને મનીષા તેમની કારમાં બેઠા હતા તેમજ આ પછી ત્રણેય જણા મિરજાપુરના ખાલી મકાનમાં ગયા હતા. જ્યાં ધનજીભાઈ અને નેહા એક રૂમમાં ગયા હતા અને મનીષા બહાર જ ઉભી હતી. દરમિયાન એક યુવક ઘરમાં આવી ગયો હતો અને ઘનજીભાઈને ધમકી આપી હતી. યુવકે મામલો બતાવવા 25 લાખ માંગ્યા હતા. પરંતુ આખરે 5 લાખમાં સમાધાન કરાયું હતું.

બીજી તરફ ધનજીભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી હિલગાર્ડન પાસે જતા એલસીબી અને એ ડિવિઝન પોલીસે પહેરો ગોઠવ્યો હતો. બે યુવકો વૃદ્ધ પાસે રૂપિયા લેવા આવ્યા હતા. એક્ટિવા પર આવેલા વિવેક બુચિયાને પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે બીજો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે નેહા અને મનીષાની પણ અટકાયત કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget