શોધખોળ કરો

રાજ્યમાં રફ્તારનો કહેર યથાવત, લીંબડી-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનમાં બે લોકોનાં મોત

Accident In Gujarat: આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા છે. અજાણ્યાં વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા.

Hit And Run In Gujarat: રાજ્યમાં રફ્તારનો કહેર યથાવત છે. સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર આ ઘટના બની છે. છાલયા તલાવ નજીક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અજાણ્યા વાહન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા છે. અજાણ્યાં વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા. જામનગરથી ગાંધીનગર જતાં હતાં ત્યારે લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા સુરતમાં કીમ માંડવી રૉડ પર વહેલી સવારે એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યુ છે કે, મૃતક યુવાન રાત્રિ શિફ્ટ પુરી કરીને પોતાના ઘરે જઇ રહ્યો હોત, તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારીને હવામાં ઉડાવ્યો હતો. યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજે વહેલી સવારે વધુ એકવાર રૉડ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કીમ માંડવી રૉડ આજે વહેલી સવારે કોઠવા ગામ પાસે એક સનસનીખેજ હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. અહીં રાત્રિ દરમિયાન નાઇટ શિફ્ટમાં કામ કરીને પોતાના ઘરે જઇ રહેલા એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી છે, આ ટક્કરમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ છે. અકસ્માતની ઘટના બાદ પાલોદ પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી આધાર કાર્ડ અને કંપનીનું આઇડી કાર્ડ મળી આવ્યુ હતુ, જેમાં મૃતકનુ નામ નિતેશ યાદવ હોવાનું અને તે નજીકની કુસુમગર કંપનીનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. હાલ પાલોદ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

રાજ્યમાં આ જે બે ગંભીર અકસ્માતના ઘટના બની છે જેમાં બે લોકોના મોત થયા. એક કડીમા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ માં એકનું મોત થયું છે. તો બીજી ઘટનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક એક બીજા ટકરાયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

કડીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કડીના કોયડા ધરમપુર રોડ પર આ ઘટના બની હતી. બાઈક પર જઇ રહેલા યુવકને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનુ સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં બાવલું પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ભરતજી ઠાકોર નામનો યુવાન બાઇક લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી.

બીજો અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર બન્યો છે. જ્યાં ટ્રેક અન કાર વ્ચચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ થરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget